________________ ખૂબ જ અનુદનીય આર્થિક સહકાર, પાદ આ.દેવ શ્રીમદ્ વિ. કનકચંદ્રસૂ. મહારાજની શુભ પ્રેરણાથી આપેલ છે. તેમજ પૂ.પાદ આ.મ.શ્રી વિ. કનકચંદ્રસૂ. મ.ની તથા પૂ. ઉપા. મ.શ્રી મહિમા વિ. મ.શ્રીની શુભ પ્રેરણાથી રતલામ-શાસન પ્રેમીસર્વ તથા મુંબઈ આદિનાં ઉદારદિલ સુશ્રાવકોએ આરાધના ભવનના નિર્માણકાર્યમાં સુંદર તન-મન તથા ધનને સહકાર આપેલ જેને ઉલ્લેખ અત્રે કરો એ જરૂર આવશ્યક છે. પૂ આચાર્યદેવશ્રીની મોટી કરૂણાદષ્ટિ તેમજ ઉપકારશીલતાનું આ સુંદર પરિણામ છે, જેથી રતલામ નગરમાં આવા શાનદાર આરાધના ભવનનું નિર્માણ થયું. આ આરાધના ભવનની ખનનવિધિ તારીખ ર૦-૮-૭૭ના સેમવારે કલકત્તાનિવાસી શ્રાદ્ધરત્ન સ ઘવી શ્રેષ્ટિવર્ય શ્રી હરખચંદજી કાંકરિયા અને તેમના ધર્મપત્નિ ધર્મપરાયણ ઉદારમના શ્રીમતી તારાબહેન કાંકરિયા દ્વારા પૂ.પાદ આ. ભ.શ્રી વિ. મુક્તિચંદ્રસૂ. મ.શ્રીની શુભ નિશ્રામાં થઈ હતી. તેનું ઉદ્દઘાટન મુંબઈનિવાસી મેસર્સ કુમાર એજન્સીવાળા શ્રાદ્ધવર્ય શ્રી સરદારમલજીના શુભ હસ્તે પૂ. મ શ્રી જિતેવિ. મ.શ્રીની શુભ નિશ્રામાં થયું હતું. આ આરાધના ભવનના નિર્માણથી રતલામ નગરની એક મટી ખામીની પૂતિ થઈ. તેથી રતલામને શ્રી સંઘ પૂ. આચાર્યદેવશ્રી અને તેઓશ્રીના શિષ્યરત્ન પૂ ઉપાધ્યાયજી મ. મહિમાવિજયજી ગણિવરશ્રીને ઘણે ઋણ અને આભારી છે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust