________________ 53 વ્યાખ્યાન આપીને હજારો ભાવિકોને પ્રતિબોધ આપ્યું. દીક્ષા ગ્રહણ કરીને બીજી સાલ પૂ.પાદ ગચ્છાધિપતિ પરમ તારક આચાર્ય મહારાજ શ્રી વિજયદાનસૂરીશ્વરજી મ.શ્રીની આજ્ઞાથી વિ. સં. ૧૯૮૪માં સુરતમાં પાટ પર બેસીને વ્યાખ્યાન આપ્યું હતું. - તેઓશ્રીએ અનેક ગ્રંથની રચના કરીને સાહિત્યની અભિવૃદ્ધિ કરી છે. તેઓશ્રીની વિદ્વત્તા ગંભીર અને ધીર છે તેઓશ્રીની વ્યાખ્યાનશૈલી સુંદર મનહર તેમજ દષ્ટાંત ને યુક્તિઓથી પરિપૂર્ણ છે. ચિન્તનની મુખ્યતા હોવા છતાં પણ તે આબાલ-વૃદ્ધને રૂચિકર લાગે છે. તેઓશ્રીનું હિન્દી ગુજરાતી સાહિત્ય અતિ લેકોપયોગી સરલ તેમજ ગહન વિષયને પણ પ્રભાવપૂર્ણ શૈલીમાં નિરૂપણ કરવાની પદ્ધતિથી લેકને કલ્યાણ કારી છે. તેઓશ્રી દ્વારા રચાયેલ તેમજ સમ્પાદિત કરેલ 50 થી 55 ઉપર ઉચ્ચકોટિના ગ્રંથ છે. - તેઓશ્રી જૈન સંઘના સુપ્રસિદ્ધ ને શાસનમાન્ય શ્રદ્ધા સંસ્કાર તેમજ સચ્ચરિત્રનાં પ્રેરક સાહિત્યના ઉચ્ચતમ આદર્શ રૂપ “કલ્યાણ' માસિકનાં આ પ્રેરક છે. પૂ.પાદથી તપસ્વી શાત તથા એકાન્ત નિસ્પૃહ વૃત્તિવાળા છે. તેમજ તેઓશ્રી કપ્રિય ને પ્રભાવશાળી વ્યક્તિત્વવાળા તેજસ્વી મહાપુરૂષ છે. તેઓશ્રીએ 9 વર્ષીતપ કર્યા છે. તેમાં એક છઠ્ઠ-છદ્રને પારણે તેમજ બીજો અડધે વષીતપ છઠ્ઠથી, તેઓશ્રીએ 125 અઠ્ઠમઅઠ્ઠાઈ છઠ્ઠથી ચાર ચેમાસી, ઉપવાસથી ચાર બે માસી, આઠ માસી, વીસસ્થાનકની બે એળી ઉપવાસથી પૂર્ણ કરી છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust