________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsur Gyanmandit
કલ્પસૂત્ર ભાષાંતર
પ્રથમ વ્યાખ્યાનમ્
મેઘકુમારનું દૃષ્ટાન્ત એક વખતે શ્રીમહાવીરસ્વામી પૃથ્વી ઉપર વિચરતા રાજગૃહનગરની બહાર ઉદ્યાનમાં સમોસર્યા હતા. હું ત્યાં શ્રેણિક નામે રાજા હતો.તેને ધારિણી નામે રાણી હતી, તેઓને મેઘકુમાર નામે પુત્ર હતો. પ્રભુની દેશના સાંભળવા શ્રેણિક તથા મેઘકુમાર વિગેરે ગયા. દેશના સાંભળી મેઘકુમારને વૈરાગ્ય આવવાથી તેણે પોતાની આઠ સ્ત્રીનો ત્યાગ કરી કેટલીક મહેનતે માતાપિતાની આજ્ઞા લઈવીરપ્રભુ પાસે દીક્ષા લીધી. પછી ભગવાને મેઘકુમારને ગ્રહણ, આસવના વિગેરે સાધુનો આચાર શીખવવા નિમિત્તે સ્થવિરોને સોંપ્યો. હવે રાત્રિને વિષે અનુક્રમે સંથારાઓ કરતાં મેઘકુમારનો સંથારો સર્વ સાધુઓને છેડે ઉપાશ્રયના બારણા પાસે આવ્યો. ત્યાં માત્રુ વિગેરેને માટે જતા આવતા સાધુઓના પગની ધૂલથી તેનો સંથારો ભરાઈ ગયો, તેથી રાતમાં ક્ષણવાર પણ નિદ્રા આવી નહિ. તેથી તે વિચાર કરવા લાગ્યો કે - “અહો ! ક્યાં મારી સુખશયા અને ક્યાં આ પૃથ્વી પર આળોટવું!, આવું દુઃખ મારે ક્યાં સુધી સહન કરવું?, માટે હું તો સવારમાં પ્રભુની રજા લઈ પાછો ઘેર જઈશ”. એમ વિચાર કરી, સવાર થતાં જયારે પ્રભુ પાસે આવ્યો, ત્યારે પ્રભુએ મિષ્ટ વચનોથી બોલાવ્યો - “હે વત્સ ! તેં રાત્રિએ આવું દુર્થાન ચિંતવ્યું, પણ તે વગર વિચારનું છે; કારણ કે –આ જીવે નારકીનાં તીવ્ર
દુઃખો અનેક સાગરોપમ સુધી ઘણી વાર સહન કર્યા, તે દુ:ખ આગળ આ દુ:ખ શા હિસાબમાં છે? એવો કોણ છે આ મૂર્ખ હોય કે જે ચક્રવર્તીની ઋદ્ધિ મૂકી દાસપણું સ્વીકારે ?, એવો કોણ હોય કે જે ચિંતામણિ મૂકીને પત્થર
૫૩
For Private and Personal Use Only