________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
વ્યાખ્યાનમુ
“આ વાક્યથી વિષ્ણુનો મહિમા જણાવ્યો છે, પણ તેથી વિષ્ણુ સિવાયની બીજી વસ્તુઓનો અભાવ - નથી. જેમ આ વાક્યથી આખા જગતને વિષ્ણમય કહેવા છતાં, આ વાક્ય વિષ્ણુનો મહિમા જણાવનાર હોવાથી વિષ્ણુ સિવાયની બીજી વસ્તુઓનો અભાવ સમજવાનો નથી; તેમ “જે થયું અને જે થશે તે સર્વ | આત્મા જ છે” એ વેદપદોથી આત્માનો મહિમા જણાવ્યો છે, પણ તેથી ‘આત્મા સિવાય કર્મ નથી” એમ | સમજવાનું નથી. વળી જે તું માને છે કે – “અમૂર્ત એવા આત્માને મૂર્ત એવા કર્મ વડે અનુગ્રહ અને ઉપઘાત કેમ સંભવે?' એ પણ તારું માનવું અયુક્ત છે, કેમકે-જ્ઞાન અમૂર્ત છે, તેને મૂર્ત એવા બ્રાહ્મી વિગેરે ઔષધો વડે તથા ઘી દૂધ વિગેરે ઉત્તમ પદાર્થો વડે અનુગ્રહ થતો દેખીએ છીએ; વળી મદિરા, ઝેર વિગેરે પદાર્થો વડે જ્ઞાનને ઉપઘાત થતો દેખીએ છીએ; માટે અમૂર્તને પણ મૂર્ત વડે અનુગ્રહ અને ઉપઘાત સંભવે છે એમ માનવું શું જોઈએ. વળી જો કર્મ ન હોય તો એક સુખી બીજો દુઃખી, એક શેઠ બીજો ચાકર, ઇત્યાદિ પ્રકારે પ્રત્યક્ષ જણાતી જગતની વિચિત્રતા કેમ સંભવે ? રાજા અને રંક એવા ઉચ્ચ-નીચના જે ભેદ જોવામાં આવે છે તેનું કાંઈ પણ કારણ હોવું જોઈએ, અને તે કારણ શુભ-અશુભ કર્મ છે. વળી જે જે ક્રિયા કરાય છે તેનું ફળ ના અવશ્ય મળે છે. દાન વિગેરે શુભ ક્રિયાઓ છે, અને હિંસા વિગેરે અશુભ ક્રિયાઓ છે; તે શુભ અને અશુભ | ક્રિયાઓનું કાંઈ પણ ફળ અવશ્ય મળવું જોઈએ, અને તે ફળ શુભ-અશુભ કર્મ છે'.
આ પ્રમાણે પ્રભુનાં વચનો સાંભળી અગ્નિભૂતિને કર્મનો જે સંશય હતો તે નષ્ટ થયો, તેને નિર્ણય થયો
૩૫૮
For Private and Personal Use Only