________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandie
Aિ
કલ્પસૂત્ર ભાષાંતર
થયો. (તંગદી) તે આ પ્રમાણે -(કુરાંત ભૂમિ પરચાયંતરદ પૂમિ ૨)યુગાન્તકૃભૂમિ અને પર્યાયાન્તકૃભૂમિના
ષષ્ઠ
વ્યાખ્યાનમુ યુગ એટલે ગુરુ શિષ્ય પ્રશિષ્યાદિ ક્રમસર વર્તતા પટ્ટધર પુરુષો, તેઓથી મર્યાદિત જે મોક્ષગામીઓનો | મોક્ષે જવાનો કાલ તે યુગાન્તકૃભૂમિ કહેવાય.
પર્યાય એટલે પ્રભુને કેવલિપણાનો ઉત્પન્ન થયાનો કાલ, તેને આશ્રીને જે મોક્ષગામીઓનો મોક્ષે જવાનો Hિક્ષી કાલ તે પર્યાયાન્તકૃભૂમિ કહેવાય. (ગાવ તન્નાઉ રિસગુ3 ગુરાંતમાડમૂમ) શ્રમણ ભગવાન મહાવીરને ત્રીજા પુરુષયુગ સુધી યુગાન્તભૂમિ થઈ. એટલે પ્રભુથી આરંભી તેમના પટ્ટધર ત્રીજા પુરુષ શ્રીજબૂસ્વામી સુધી મોક્ષમાર્ગ ચાલુ રહ્યો. હવે પર્યાયાન્તકૃભૂમિ કહે છે - (વાસપરિયાતમાર) ચાર વરસ સુધીનો છે કેવલિપણાનો પર્યાય જેમને એવા શ્રી મહાવીર પ્રભુ થયે છતે કોઈ કેવલીએ સંસારનો અંત કર્યો, એટલે, કે શ્રીમહાવીર પરમાત્માને કેવલજ્ઞાન થયા પછી ચાર વરસે મોક્ષમાર્ગ ચાલુ થયો ./૧૪૬ll
૧, તીર્થકરથી આરંભીને તેમના પટ્ટધર જેટલા પુરુષો સુધી મોક્ષમાર્ગ ચાલુ રહે, એટલે સાધુઓ વિગેરે મોક્ષગામીઓ મોક્ષે જાય, તે કાલને યુગાન્તભૂમિ કહે છે. કાલના અમુક પ્રમાણવિશેષને યુગ કહે છે, તે યુગો ક્રમસર વર્તે છે; તેથી તેઓના સદશપણાથી જે ક્રમસર વર્તતા ગુરુ શિષ્ય પ્રશિષ્યાદિરૂપ પટ્ટાધર પુરુષો, તેઓ પણ યુગ કહેવાય તે ક્રમસર વર્તવાવાળા પટ્ટધર પુરુષોવડે પ્રભિત-મર્યાદિત મોક્ષે જવાનો કાલ, તે યુગાન્તભૂમિ કહેવાય. ૨. તીર્થકરને કેવલજ્ઞાન ઉત્પન્ન થયા પછી જેટલા કાલે મોક્ષમાર્ગ ચાલુ થાય, તે કાલને પર્યાયાન્તકૃભૂમિ કહે છે.
૩૯૯
EN
For Private and Personal Use Only