________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandit
કલ્પસૂત્ર ભાષાંતર
મારે મરણનું જ શરણ છે'. આ પ્રમાણે પુત્રીના અતિશય આગ્રહથી ધનશ્રેષ્ઠી તેણીને સાથે લઈ વજસ્વામી અમે લિ પાસે ગયો, અને અંજલિ જોડીને બોલ્યો કે - “હે માન ! મારા પર પ્રસાદ કરીને આ મારી પુત્રીનું પાણિગ્રહણ કિ. વ્યાખ્યાનમ્
કરો, વળી હે સ્વામી! હસ્તમોચન અવસરે હું આપને કરોડો સંખ્યાનું ધન આપીશ”. તે સાંભળી વૈરાગ્યમગ્ન વજસ્વામીએ કહ્યું કે - “મહાનુભાવ ! વિષયો વિષ કરતાં પણ અધિક ભયંકર છે; કારણ કે – વિષ આ ભવમાં જ દુઃખ આપે છે, પણ વિષયો તો જન્માંતરમાં પણ દુઃખ આપનારા છે. આવા વિષયોને દુઃખદાયી સમજીને હું આ કન્યા શી રીતે સ્વીકારું? હે ભદ્ર ! જો આ કન્યા મારા પર અનુરાગ ધરાવતી હોય, તો મેં સ્વીકારેલી દીક્ષા એ પણ ગ્રહણ કરી આત્માનું કલ્યાણ કરે. જો એ કુલીન બાળા મનથી પણ મને જ ઇચ્છતી હોય તો પરલોકના હિતની ઇચ્છાથી આ પ્રમાણે તેને કરવું ઉચિત છે, દારુણ અનર્થ આપનારા વિષયોમાં ન ફસાય, આ હું તેના હિતને માટે કહું છું.' આ પ્રમાણે કરુણાલુ શ્રીવજસ્વામીના ઉપદેશથી પ્રતિબોધ પામેલી રુક્મિણીએ દીક્ષા સ્વીકારી. અહીં કવિ કહે છે કે –
"मोहाब्धिश्चुलुकी चक्रे, येन बालेन लीलया । स्त्रीनदीस्नेहपूरस्तं, वज्रर्षि प्लावयेत् कथम् ? ॥१॥"
જે મહાત્માએ બાલ્યાવયમાં જ લીલામાત્રમાં મોહરૂપી સમુદ્રને એક ચલુ જેટલો કરી નાખ્યો, તે વજઋષિને સ્ત્રીરૂપી નદીનું સ્નેહરૂપી પૂર ભીંજાવી પણ કેમ શકે?” ||૧|| એક વખતે શ્રીવજસ્વામી ઉત્તર દિશા તરફ વિચરતા હતા, તે સમયે ત્યાં ભયંકર દુષ્કાળ પ્રવર્તેલો હોવાથી અતિશય કદર્થના પામતા શ્રીસંઘે
સેન સીતા મોહરૂપી સમુદ્રને એક વખતે શ્રીમતા શ્રીસંઘે 6
૫૫૬
For Private and Personal Use Only