________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
S
www.kobatirth.org
અને આયુષ્યપૂર્ણ થતાં સ્વર્ગે ગયા. તે મહાત્મા જે પર્વત પર કાલધર્મ પામ્યા ત્યાં ઇન્દ્રે આવીને વજસ્વામીના તથા અન્ય મુનિઓના શરીરની પૂજા કરી. પછી ઇન્દ્રે રથમાં બેસીને ભક્તિથી તે પર્વત ફરતી પ્રદક્ષિણા કરી, ત્યારથી જગતમાં તે પર્વતનું ‘રથાવર્ત’ એવું નામ પ્રસિદ્ધ થયું.
શ્રી વજસ્વામી સ્વર્ગે જતાં ચાર સંઘયણ અને દસમું પૂર્વ વિચ્છેદ પામ્યું. કહ્યું છે કે - “મન્નાગિરિઃ સુહસ્તી હૈં, સૂરિ: શ્રીમુળસુંવઃ । શ્યામાર્થ: નિભાવાર્યો, રેવતીમિત્રસૂરિાદ્ IIII श्रीधर्मो भद्रगुप्तश्च, श्रीगुप्तो वज्रसूरिराट् । युगप्रधानप्रवरा, दशैते दशपूर्विणः ॥२॥”
“આર્ય મહાગિરિ, આર્ય સુહસ્તી, શ્રીગુણસુંદરસૂરિ, શ્યામાર્ય, સ્કંદિલાચાર્ય, સૂરીશ્વર શ્રીરેવતીમિત્ર, શ્રીધર્મ, ભદ્રગુપ્ત શ્રીગુપ્ત, અને સૂરીશ્વર શ્રીવજસ્વામી; યુગપ્રધાનોમાં ઉત્તમ એવા એ દસ દસપૂર્વી થયા.’
હવે વજસ્વામીના શિષ્ય વજ્રસેન વિચ૨તા છતા સોપારક નગરમાં પધાર્યા. ત્યાં જિનદત્ત નામે ધનાઢ્ય શ્રાવકને ઈશ્વરી નામે પત્ની હતી, તેમને ચાર પુત્રો હતા. તે વખતે બાર વરસથી પડેલા દુષ્કાળને લીધે લોકો ધ્યાન વિના ટળવળી રહ્યા હતા. દ્રવ્ય ખર્ચવા છતાં ધાન્ય મળવું દુર્લભ થઈ પડ્યું હતું, તેથી જિનદત્ત, ઈશ્વરી અને તેમના પુત્રોએ વિચાર કર્યો કે - ‘અઢળક દ્રવ્ય ખર્ચવા છતાં ધાન્ય મળવું દુર્લભ થઈ ગયું છે, આવું દુઃખ
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અષ્ટમ
વ્યાખ્યાનમ્
૫૫૯