________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
નવમ વ્યાખ્યાનમ્
થી
ગૃહસ્થજ્ઞાત પર્યુષણા બે પ્રકારે - સાંવત્સરિકકૃત્યવિશિષ્ટ અને ગૃહસ્થજ્ઞાતમાત્ર. સાંવત્સરિક પ્રતિક્રમણ, લોચ, અઠમ તપ; સર્વ તીર્થકરોની ભક્તિ-પૂજા, અને સંઘે પરસ્પર ખમાવવું; એ સાંવત્સરિક કૃત્યો છે. તે સાંવત્સરિક કાર્યો વડે યુક્ત પર્યુષણા ભાદરવા સુદ પાંચમને દિવસે કરવા. પણ કાલિકાચાર્યના આદેશથી અત્યારે ભાદરવા સુદ ચોથને દિવસે કરવા.ગૃહસ્થજ્ઞાતમાત્રય પર્યુષણા તે કહેવાય કે જે વરસમાં અધિક માસ હોય તે વરસમાં ચોમાસી દિવસથી આરંભી વીસ દિવસે પૂછનાર ગૃહસ્થની આગળ સાધુઓ કહે કે
અમે અહીં રહ્યા છીએ. તે પણ જૈન ટીપણાને આધારે સમજવું, કેમકે જૈન ટીપણામાં યુગની મધ્યમાં પોષ મહિનાની અને યુગને અંતે અસાઢ મહિનાની વૃદ્ધિ થાય છે; પણ બીજા કોઈ મહિના વધતા નથી. પરંતુ તે ટીપણું હમણાં જણાતું નથી, તેથી ચોમાસી દિવસથી આરંભી પચાસ દિવસે જ પર્યુષણ કરવા યુક્ત છે એમ વૃદ્ધ આચાર્યો કહે જે પાટા
(वासावासं पज्जोसवियाणं कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा सबओ समंता सक्कोसं जोअणं उग्गहं દ્દત્તા f વિ૩િ ૩હાનંદવિ ૩મા) સર્વ દિશાઓ અને વિદિશાઓમાં પાંચ ગાઉનો અવગ્રહ ગ્રહણ
૧. ગૃહસ્થોએ માત્ર જાણેલ. ૨. અધિકમાસ હોય તો તે દિવસો ગણત્રીમાં ગણવા નહિ. શ્રાવણ અધિક હોય તો ભાદરવા સુદ ચોથના સંવત્સરી કરવી, ભાદરવો અધિક હોય તો બીજા ભાદરવા સુદ ચોથના સંવત્સરી કરવી. ૩. નિવાસસ્થાનથી જતાં અઢી ગાઉ અને પાછા ત્યાંથી નિવાસસ્થાને આવતાં અઢી ગાઉ, એવી રીતે ગમન અને આગમનના મળી કુલ પાંચ ગાઉ સમજવા.
ઉ
૫૭૫
For Private and Personal Use Only