________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
989
www.kobatirth.org
(વાસાવાસં પખ્તોસવેમો) ચોમાસામાં પર્યુષણ કરીએ છીએ. (અંતરા વિ ચ સે પફ) તેની પહેલાં પણ પર્યુષણ કરવાં કલ્પ, (નો સે બડ઼ે તે રળિ વયળાવિત્ત!) પરંતુ તે રાત્રિને એટલે ભાદરવા સુદી પાંચમની રાત્રિને ઉલ્લંઘવી કલ્પે નહિ.
પરિ એટલે સમગ્ર પ્રકારે ઉષણા એટલે વસવું તે પર્યુષણા કહેવાય. તે બે પ્રકારે છે – ગૃહસ્થજ્ઞાત અને ગૃહસ્થઅજ્ઞાત. જેમાં વર્ષાકાલને યોગ્ય પાટ પાટલો વિગેરે પ્રાપ્ત થયે છતે કલ્પમાં કહ્યા મુજબ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની સ્થાપના કરાય છે તે ગૃહસ્થ-અજ્ઞાત પર્યુષણા કહેવાય, અને તે અસાઢ સુદ પૂર્ણિમાને વિષે કરવાં. પરંતુ તેવા યોગ્ય ક્ષેત્રનો અભાવ હોય, તો પાંચ પાંચ દિવસની વૃદ્ધિ વડે દસ પર્વતિથિના ક્રમથી છેવટે શ્રાવણવદ અમાવાસ્યાએ કરવાં. તેમાં દ્રવ્યસ્થાપના આવી રીતે - તૃણ, માટીનું ઢેફું, રાખ, કુંડી આદિનો પરિભોગ કરવો. સચિત્તાદિનો પરિહાર કરવો. તેમાં સચિત્તદ્રવ્ય-અતિશય શ્રદ્ધાવાળો રાજા અથવા રાજાનો પ્રધાન એ બે સિવાય બીજા કોઈને દીક્ષા આપવી નહિ. અચિતદ્રવ્ય-વસ્ત્રાદિ ગ્રહણ ન કરવું. મિશ્રદ્રવ્ય-ઉપધિ સહિત શિષ્ય ન કરવો ૧. ક્ષેત્રસ્થાપના-એક યોજન અને એક ગાઉ સુધીનું` ક્ષેત્ર કલ્પે, પણ ગ્લાન, વૈદ્ય, ઔષધ વિગેરે કારણે ચાર અથવા પાંચ યોજન કલ્પે ૨. કાલ સ્થાપના - ચાર માસ રહેવું ૩. ભાવ સ્થાપના - ક્રોધાદિનો ત્યાગ કરવો, અને ઈર્યાસમિતિ વિગેરે સમિતિઓમાં ઉપયોગ રાખવો ૪.
૧. ગૃહસ્થોએ જાણેલ. ૨. ગૃહસ્થોએ ન જાણેલ. ૩. શ્રદ્ધાવાળો રાજા કે પ્રધાન દીક્ષા લેવા ઇચ્છે તો આપવી. ૪. ગમન અને
આગમન મળીને.
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવમં
વ્યાખ્યાનમુ
૫૭૪