________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
(વાસાવાસં પખ્તોવિયસ્ક નિષ્વમત્તિયસ્સ મિવષ્ણુસ) ચોમાસું રહેલા હમેશાં એકાસણું કરનાર સાધુને (વ્વજ્ઞ પુર્વ મોયરાનું ગાઢાવવુાં મત્તા! વા વાળો વા નિમિત્તે વા વિસિત્ત! વા) એક ગોચરીકાલે એટલે સૂત્રપો૨સી અને અર્થપો૨સી પછી એક વખત ગૃહસ્થને ઘેર આહાર તથા પાણી માટે પ્રવેશ કરવો અને નીકળવું કલ્પે. '(બડન્નત્ય ગાયરિયવેયાવજ્યેળ વા, પૂર્વ વાયવેચાવજ્યે વા, તવસ્તિવેયાવજ્યેળ વા શિલાળવેયાવજ્યેળ વા વ્રુકુળ વા અક્રિયા! વા અનંનળનાયળ વા) પરંતુ આચાર્યની વૈયાવચ્ચ કરનાર, એવી રીતે ઉપાધ્યાયની વૈયાવચ્ચ કરનાર, તપસ્વીની વૈયાવચ્ચ કરનાર અને ગ્લાનની વૈયાવચ્ચ કરનારને વર્જીને. એટલે આચાર્યાદિની વૈયાવચ્ચ કરનારા જો એક વખત આહાર કરી વૈયાવચ્ચ ન કરી શકે, તો તેઓએ બે વખત પણ આહાર કરવો; કેમકે તપસ્યાથી વૈયાવચ્ચ શ્રેષ્ઠ છે. વળી જેને દાઢી, મૂછ, બગલના વાળ વિગેરે ઉમ્મરલાયક થવાનાં ચિહ્નો પ્રગટ ન થયાં હોય એવા નાની વયના શિષ્ય તથા નાની વયની શિષ્યાને વર્જીને, એટલે તેઓ બે વખત પણ ભોજન કરે તો દોષ નથી. અથવા આચાર્ય, ઉપાધ્યાય, તપસ્વી, ધિ ગ્લાન, નાની વયના શિષ્ય, તથા તે આચાર્યાદિની વૈયાવચ્ચ કરનારાઓ સિવાય બીજા સાધુએ એક વખત આહા૨ ક૨વો કલ્પે; આચાર્યાદિ બે વખત પણ આહાર કરે તો દોષ નથી ।।૨૦
(વાસાવાસં પખ્તોલિયમ્સ ચડત્યમત્તિયસ્સ મિવદ્યુમ્સ) ચોમાસું રહેલ એકાંતરે ઉપવાસ કરનાર સાધુને
૧. અહીં વાક્યની આદિમાં ‘ણ’ અલંકાર માટે છે.
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવમં
વ્યાખ્યાનમ્
૫૮૪