________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
H "
કલ્પસૂત્ર ભાષાંતર
રસોઇયાના મુખથી તે હકીકત સાંભળી ઉદયન રાજાએ વિચાર્યું કે - “એ ધૂર્તતાથી બોલ્યો છે, તો પણ મારો | L. નવમું તો સાધર્મિક છે; માટે તેને ખમાવ્યા વગર મારું પ્રતિક્રમણ શુદ્ધ ન થાય”. એમ વિચારી ઉદયન રાજાએ તેને કે વ્યાખ્યાનમ બંધનથી મુક્ત કરી, તેનું સર્વસ્વ પાછું આપી, તેના કપાળમાં “મારી દાસીનો પતિ એવા જે અક્ષરો લખાવ્યા હતા તેના આચ્છાદન માટે પોતાનો મુગટપટ્ટ આપ્યો. પછી તેને ચંડપ્રદ્યોતને ખમાવી સત્કારપૂર્વક ઉજ્જયિની નગરી મોકલી દીધો. અહીં ઉદયન રાજા ઉપશાંત થયેલ હોવાથી તેનું જ આરાધકપણું છે, પણ ચંડપ્રદ્યોત ઉપશાંત ન થયેલ હોવાથી તેનું આરાધકપણું નથી. બન્નેના આરાધકપણાનું દૃષ્ટાંત-એક વખત કૌશાંબીમાં સમવસરેલા શ્રી મહાવીર પ્રભુને વંદન કરવા સૂર્ય અને ચન્દ્ર પોતાના મૂલ વિમાને આવ્યા. ચંદના સાધ્વી ઉપયોગ રાખવામાં કુશલ હતા, તેથી પ્રકાશ હોવા છતાં તે વખત સૂર્ય આથમવાનો સમય જાણી તે પોતાને સ્થાને ચાલ્યાં ગયાં. પણ મૃગાવતી સાધ્વીને પ્રકાશ દેખાવાથી સમયની ખબર ન રહી, તેથી પ્રભુની દેશના સાંભળતાં બેસી રહ્યાં. હવે સૂર્ય-ચન્દ્ર ગયા ત્યારે અંધકાર ફેલાઈ રહ્યો; તેથી ભયભીત થયેલા મૃગાવતી ઉપાશ્રયે આવી ઈરિયાવહી પડિક્કમી આત્માની નિંદા કરવા લાગ્યાં, અને સૂઈ ગયેલાં ચંદના પ્રવર્તિની આ પાસે આવી તેમને નમન કરી પગચમ્પી કરતાં બોલ્યાં કે - “હે સ્વામિનિ ! મારો અપરાધ ક્ષમા કરો'. ચંદનાએ ચંદન જેવી શીતલ વાણીથી કહ્યું કે – “હે ભદ્ર ! તમારા જેવી કુલીન સાધ્વીને આમ કરવું યુક્ત " નથી'. મૃગાવતી બોલ્યાં કે હવેથી હું આવો અપરાધ નહિ કરું'. એમ કહેતાં ચંદનબાલાના પગમાં પડ્યાં,
- ૬૨૮
૬૨૮
For Private and Personal Use Only