________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandit
કલ્પસૂત્ર ભાષાંતર
નવમું વ્યાખ્યાનમુ
Iિ [ll|
III
અને આત્માની નિંદા કરતાં વારંવાર ખમાવવા લાગ્યા, તેટલામાં પ્રવર્તિનીને નિદ્રા આવી ગઈ. મૃગાવતીએ શુદ્ધ અંતઃકરણથી એવી રીતે ખમાવતાં કેવલ જ્ઞાન પ્રાપ્ત કર્યું. આ વખતે ચંદનાના હાથ પાસે આવતા સર્પને મૃગાવતીએ કેવલજ્ઞાનથી જોયો, તેથી તે હાથ ત્યાંથી ખસેડી લીધો. પોતાનો હાથ ખસેડવાથી ચંદનબાલા જાગી ગયાં અને પૂછ્યું કે - “મારો હાથ કેમ ખસેડ્યો?' મૃગાવતીએ કહ્યું કે – “સર્પ આવવાથી મેં આપનો હાથ ખસેડ્યો'. ચંદનાએ પૂછ્યું કે - “આવા ગાઢ અંધકારમાં તમે સર્પ કેવી રીતે દેખ્યો'? મૃગાવતીએ કહ્યું કે - “આપના પ્રતાપથી'. ચંદનાએ પૂછ્યું કે - “શું તમને કેવલજ્ઞાન થયું છે?' મૃગાવતીએ કહ્યું કે - “આપની કપાથી’ તે સાંભળી મંગાવતીને કેવલજ્ઞાન થયેલું જાણી, “અરે ! મેં કેવલીની આશાતના કરી’ એમ ચિતવતાં ચંદના પ્રવર્તિની મૃગાવતીને ખમાવવા લાગ્યાં, અને મિથ્યા દુષ્કૃત દેવા લાગ્યાં. એવી રીતે ખમાવતાં ચંદનાએ પણ કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. અહીં ચંદના અને મૃગાવતી બન્નેનું આરાધકપણું છે.
આવી રીતે ચંદના અને મૃગાવતીની પેઠે ખરા અંતઃકરણથી મિથ્યાદુકૃત એટલે ‘મિચ્છામિ દુક્કડ' દેવું પણ કુંભાર અને ક્ષુલ્લકની પેઠે ઉપલક દેવું નહિ. તે આ પ્રમાણે - કોઈ કુંભાર માટીનાં વાસણ ઘડીને તડકે સૂકવતો, તેને એક ક્ષુલ્લક એટલે લઘુશિષ્ય કાંકરા મારીને કાણાં કરી નાખતો. કુંભારે કહ્યું કે - “મહારાજ ! વાસણ ફોડો નહિ'. ક્ષુલ્લક બોલ્યો કે - “મિચ્છામિ દુક્કડ', કુંભારે જાણ્યું કે - હવે વાસણ ફોડશે નહિ પરંતુ ચેલાજીએ તો એ ધંધો ચાલુ જ રાખ્યો, અને કુંભાર ના પાડે ત્યારે “મિચ્છામિ દુક્કડ' બોલે. આથી ક્રોધે
૬૨૯
For Private and Personal Use Only