________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kebabirlh.org
(वासावासं पज्जोसवियाणं कप्पड़ निग्गंथाण वा निग्गंथीण वा जाव चत्तारि पंच जोयणाइं गंतुं पडिनियत्तए) ચોમાસું રહેલા સાધુઓને વર્ષાકલ્પ, ઔષધ કે વૈદ્યાદિ માટે અથવા કોઈ ગ્લાન સાધુની સા૨વા૨ માટે ઉપાશ્રયથી ચાર અથવા પાંચ યોજન સુધી જવું-આવવું કલ્પે. (અંતરા વિ ય સે બડ઼ વચ!) કામ પતી ગયા પછી પાછા આવતાં કદાચ પોતાના સ્થાન સુધી પહોંચવાને અશક્ત હોય તો તેને પાછા આવતાં વચમાં પણ રહેવું કલ્પે; કેમકે ત્યાં ન રોકાતાં યથાશક્તિ ચાલવાથી વીર્યાચારનું આરાધન થાય, (નો સે વ્વ તે રળિ તત્યેવ વાયળવિત્ત!) પરંતુ ઔષધ-વૈદ્યાદિ જે કામ માટે જ્યાં ગયા હોય તે કામ જે દિવસે પતી ગયું હોય તે દિવસની રાત્રિ તે સાધુને ત્યાં જ ઉલ્લંઘવી કલ્પે નહિ. તાત્પર્ય કે-જે કામ માટે જે સ્થળે સાધુ ગયા હોય તેણે તે કાર્ય પતી જતાં પોતાને સ્થાને આવવા માટે ત્યાંથી જલ્દી બહાર નીકળી જવું (૨૭) ૫૬૨
(રૂદ્ધેયં સંવરિય થેરí) એ પ્રમાણે પૂર્વે દેખાડેલા 'સાંવત્સરિક સ્થવિરકલ્પને (હાસુત્ત ગાળ) સૂત્ર મુજબ, *કલ્પ પ્રમાણે, (સદ્દામાં સહાતાં) જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ માર્ગ મુજબ, તથા જેવી રીતે ભગવંતે સત્ય ઉપદેશેલ છે તે જ પ્રમાણે (સમાં વાÇળ સિત્તા) સમ્યક્ પ્રકારે કાય, વચન અને મન વડે
૧. ચોમાસા સંબંધી. ૨. સ્થવિરકલ્પી સાધુ-સાધ્વીઓના આચારને. ૩. જેમ સૂત્રમાં કહ્યું છે તે મુજબ, પરંતુ સૂત્રથી વિરુદ્ધ નહિ. ૪. જે પ્રમાણે અહીં કહ્યું છે તે પ્રમાણે કરવું એ કલ્પ એટલે આચાર છે, અન્યથા વર્તવું એ અકલ્પ એટલે અનાચાર છે, તેથી અહીં કહેલા કલ્પ પ્રમાણે. ૫. અહીં મૂલસૂત્રમાં કાય શબ્દ લખેલ છે, ઉપલક્ષણથી વચન અને મન સમજવાં.
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવમં વ્યાખ્યાનમ્
૬૩૨