Book Title: Kalpasutra
Author(s): Rajkirtisagar
Publisher: Subodh Shreni Prakashan

View full book text
Previous | Next

Page 638
________________ Shri Mahavir Jain Aradhana Kendra કલ્પસૂત્ર ભાષાંતર #C www.kobatirth.org નાનો મોટાને ન ખમાવે તો શું કરવું ? તે કહે છે - (રા િવિ સેનૢ આભિજ્ઞા) મોટો પણ નાનાને ખમાવે. (અમિયનું અમાનિયન) સાધુએ પોતે ખમવું, અને બીજાને ખમાવવું (વસમિયાં વસમાવિયત્ન) પોતે ઉપશાંત થવું, અને બીજાને ઉપશાંત કરવો, (સમુસંપુચ્છળ વત્તુભેળ ઢોયવં) રાગ-દ્વેષ રહિત જે બુદ્ધિ તે સુમતિ, તે સુમતિપૂર્વક સૂત્રાર્થ સંબંધી પૂછપરછ વિશેષપ્રકારે કરવી, અથવા સુખશાતા પૂછવી; તાત્પર્ય કે - જેની સાથે ક્લેશ થયો હોય તેની સાથે નિર્મલ ચિત્તથી વાતચીત કરવી. હવે કલહ કરનાર બેમાંથી જો એક ખમાવે અને બીજો ન ખમાવે તો શું સમજવું ? તે કહે છે - (ગો વસમર્ તફ્સ અસ્થિ આરાદળા) જે ઉપશાંત થાય છે તેને આરાધના છે, (નો ન વસમર્ તફ્સ નયિ ઞાદળ) અને જે ઉપશાંત થતો નથી - ખમાવતો નથી તેને આરાધના નથી. (તા ઝળળા ચેવ વસમિયવં) તેથી પ્રભુની આજ્ઞાની આરાધના ઇચ્છનાર સાધુએ પોતે તો ઉપશાંત થવું જ. શિષ્ય પૂછે છે કે - (સે વિષ્માદુ મંતે ?) હે ભગવાન્ ! એમ આપ કેમ કહો છો ?, એટલે બીજો ઉપશાંત ન થાય છતાં પોતે તો ઉપશાંત થવું જ, તેનું શું કારણ ? ગુરુમહારાજ ઉત્તર આપે છે કે - (વસમસાર જી સામાં) ઉપશમપ્રધાન જ શ્રામણ્ય એટલે સાધુપણું છે, અર્થાત્ સાધુપણાનો સાર ઉપશમ જ છે. અહીં એક જણના આરાધકપણાનું દૃષ્ટાંત કહે છે – સિંધુ અને સૌવીર દેશનો સ્વામી તથા મહસેનાદિ દસ મુગુટબદ્ધ રાજાઓથી સેવાતો એવો ઉદયન નામે For Private and Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir નવમં વ્યાખ્યાનમ્ ૬૨૬

Loading...

Page Navigation
1 ... 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650