________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsur Gyanmandit
નવમું
કલ્પસૂત્ર ભાષાંતર
વ્યાખ્યાનમ્
ભી
બળદ બેસી ગયો, તેને ઉભો કરવા બ્રાહ્મણે પરોણાથી ઘણા પ્રહાર કર્યા, છતાં તે બળહીન બળદ ઉભો ન જ ! થયો. પછી ક્રોધથી ધમધમી રહેલો રુદ્ર તેને ખેતરની માટીનાં ઢેફાંથી મારવા લાગ્યો, મારતાં મારતાં ત્રણ ક્યારાનાં ઢેફાંથી બળદનું આખું શરીર ઢંકાઈ ગયું, છેવટે મોટું પણ માટીથી ઢંકાતાં શ્વાસ રૂંધાઈ જવાથી તે બળદ મરણ પામ્યો પછી પશ્ચાત્તાપ કરતો દ્ધ ગામમાં આવી ન્યાતના આગેવાન પુરુષો પાસે ગયો, અને તેમને બનેલી હકીકત જણાવી. તેમણે રુદ્રને કહ્યું કે - “હવે તારો ક્રોધ શાંત થયો કે નહિ?” રુદ્ર બોલ્યો કે - “ના, હજુ મારો ક્રોધ શાંત થયો નથી'. તે સાંભળી બ્રાહ્મણોએ તે ઉગ્રક્રોધી રુદ્રને જ્ઞાતિબહાર કર્યો. એવી રીતે જે સાધુ વિગેરેએ કોપ શાંત ન થવાને લીધે પર્યુષણપર્વમાં ખમતખામણાં ન કર્યા હોય તેને સંઘ બહાર કરવા, અને ઉપશાંત થયેલને મૂલ પ્રાયશ્ચિત્ત દેવું (૨૩) ૫૮.
(વાસાવા પોવાળ રૂદ નુ નિથાળ વા નિમાંથી વા) આ પ્રવચનને વિષે ચોમાસું રહેલા સાધુઓ અથવા સાધ્વીઓને (બન્નેવ વવારે વહુ વિગરે સમુન્ના ) જો આજે જ કર્કશ અને કટુ વિગ્રહ ઉત્પન્ન થાય તો, એટલે પર્યુષણાને દિવસે જ ઉંચા શબ્દવાલો તથા જકાર-મકારાદિરૂપ કડવાશ ભરેલો કલહ થાય તો, ( રાખજે બ્રામિMT) નાનો રક્નિકને એટલે મોટાને ખમાવે. જો કે કલહ કરવાથી મોટો પણ અપરાધી છે, તો પણ વ્યવહારથી નાનો મોટાને ખમાવે. હવે જો ધર્મ ન પરિણમવાથી અહંકારને લીધે
છે
For Private and Personal Use Only