________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
C
www.kebabirlh.org
વર્ષાકાલમાં નિત્ય લોચ છે, એટલે તેણે ચોમાસામાં નિત્યલોચ કરવો' એવું વચન હોવાથી, જો સાધુ અસમર્થ હોય તો તેણે ચોમાસાના ચારે મહિના હમેશાં લોચ કરાવવો. પણ ચારે મહિના હમેશાં લોચ કરાવવાને અસમર્થ હોય તો તેણે છેવટે ભાદરવા સુદ ચોથની રાત્રિ પહેલાં લોચ કરાવવો જોઈએ, કેમકે - સાધુસાધ્વીને લોચ વગર સાંવત્સરિક પ્રતિક્રમણ કરવું કલ્પે જ નહિ. કેશ રાખવાથી અપ્લાયની વિરાધના થાય, જલના સંસર્ગથી તેમાં જૂ ઉત્પન્ન થાય, અને ખજવાળતાં તે જૂ મરી જાય અથવા મસ્તકમાં નખ વાગી જાય, આવી રીતે સંયમવિરાધના અને આત્મવિરાધના રૂપ દોષ લાગે; તેથી લોચ કરાવવો જોઈએ. જો લોચ ન કરાવતાં અસ્ત્રાથી મુંડન કરાવે અથવા કાતરથી કતરાવે તો ૫૨માત્મા શ્રીતીર્થંકરની આજ્ઞા ભંગ કર્યાનો મહાન્ દોષ લાગે; દેખાદેખીથી બીજા સાધુઓનું મન લોચ કરાવવામાં ભાંગી જાય, તેથી મિથ્યાત્વ પ્રરૂપણાનો દોષ લાગે; અસ્ત્રાથી યા કાતરથી જૂ કપાઈ જાય, નાપિત-હજામ પશ્ચાત્કર્મ કરે, અને શાસનની અપભ્રાજના થાય; આવી રીતે સંયમવિરાધના અને આત્મવિરાધના રૂપ ઘણા દોષો લાગે, તેથી લોચ કરાવવો એ જ શ્રેષ્ઠ છે. (જ્ઞેળ અરમુંડેળ વા જીસિરળ વા હોયÍ સિયા) આર્ય એટલે સાધુએ અસ્ત્રાથી મુંડન કરાવેલ અથવા કેશનું લંચન કરાવેલ એવા થવું જોઈએ એટલે-ઉત્સર્ગમાર્ગે તો લોચ જ કરાવવો જોઈએ, પણ કોઈ સાધુ લોચ ન જ સહન કરી શકે એવો સુકોમલ હોય, કોઈ અશક્ત સાધુને લોચ કરાવવાથી તાવ આવી જવા સંભવ હોય, કોઈ બાલ સાધુ રડે તેમ હોય, અને કોઈ ઢીલા મનવાળો સાધુ લોચના કારણે દીક્ષા છોડી દે તેમ
૧. હજામ હજામત કર્યા પછી હાથ, વસ્ર, અસ્ત્રો, વિગેરે ધોવે તે અહીં પશ્ચાત્કર્મ સમજવું.
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir WTW
1] ક
નવમં વ્યાખ્યાનમ
દરર