________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(HE'
17
કલ્પસૂત્ર
પછી
નવમું
ભાષાંતર
છેવ્યાખ્યાનમ્
Iી
(वासावासं पज्जोसवियाणं नो कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा अपरिण्णएणं अपरिणयस्स अट्ठाए ૩સ વા વા વા સ્ત્ર વા સામે વા નાવ ડાહિત) ચોમાસું રહેલા સાધુઓ અને સાધ્વીઓની મધ્યમાં અપરિજ્ઞપ્ત એવા સાધુએ અપરિજ્ઞપ્ત સાધુ માટે એટલે ‘તમે મારા યોગ્ય અશનાદિ લાવજો' એ પ્રમાણે જેને કહેલ નથી એવા સાધુએ “હું તમારા યોગ્ય અનાદિ લાવીશ' એમ જેને જણાવેલ નથી એવા સાધુ માટે અશન, પાન, ખાદિમ કે સ્વાદિમ ગ્રહણ કરવું કહ્યું નહિ. તાત્પર્ય કે - ચોમાસામાં સાધુ-સાધ્વીએ બીજા સાધુ-સાધ્વી માટે તેમને પૂછ્યા વગર અશનાદિ લાવવું નહિ Il૪૦મી
શિષ્ય પૂછે છે કે – (સે મિતું મંતે ?) હે ભગવન્! એમ શા કારણથી કહો છો કે પૂછ્યા વગર બીજા સાધુ માટે ગોચરી લાવવી નહિ? ગુરુ મહારાજ ઉત્તર આપે છે કે - (છો પર રિા મુંગળા) પૂછ્યા વગર જેને માટે ગોચરી આણેલ હોય તે સાધુ પોતાની જો ખાવાની ઇચ્છા હોય તો ખાય, (છા પર ન નિષ્ણા) પણ જો તે સાધુની ન ખાવાની ઇચ્છા હોય તો તે ન પણ ખાય; ઉલટું તે એમ કહે કે - “કોણે કહ્યું હતું કે તમે આ લાવ્યા?' વળી તેને ખાવાની ઇચ્છા ન હોવા છતાં કદાચ દાક્ષિણ્યથી ખાય તો તેને અજીર્ણાદિથી વ્યાધિ થાય; અને પરઠવું પડે તો ચોમાસામાં જીવ-જંતુ વગરની શુદ્ધ જગ્યાના દુર્લભપણાથી દોષ લાગે; તેથી પૂછીને જ અશનાદિ લાવવું (૧૪) II૪૧||
૬૦૦
For Private and Personal Use Only