________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
વિગેરેનું સળંગ પાટીયું મળે તો તે જ ગ્રહણ કરવું, જેથી આડા બાંધવા ન પડે; પણ જો પાટીયું ન મળે તો આડા બાંધવા, અને તે પણ વધારેમાં વધારે ચાર બાંધવા, કેમકે ચારથી પણ વધારે આડા રાખવાથી ઘણા બાંધવા-છોડવામાં નકામો ઘણો વખત જાય, તેથી સ્વાધ્યાયાદિમાં વ્યાઘાત લાગે; આવી રીતે પખવાડીયામાં એકથી વધારે વાર પ્રયોજન વગર કાઠીઓ બાંધનાર, અથવા ચારથી વધારે આડા બાંધનાર એવા સાધુને; (મિયાસળિયK) સાધુએ બને ત્યાં સુધી આસનબદ્ધ એટલે એક આસને બેસી રહેવું જોઈએ, કેમકે પ્રયોજન વગર જ્યાં ત્યાં ગમનાગમન કરવાથી જીવોનો વધ થાય; આવી રીતે આસનબદ્ધ ન રહેનાર એવા સાધુને, અથવા અનેક આસનોને સેવતા એવા સાધુને, (અળાવિયર્સ) સંથારો, પાત્ર વિગેરે ઉપધિને તડકે ન તપાવનાર એવા સાધુને, (સમિયસ્સ) ઈર્યાસમિતિ વિગેરે સમિતિઓમાં ઉપયોગ રહિત એવા સાધુને (મિવદ્ધાં મિવષ્કળ અહિનેહળાસીતમ્સ) જેને દૃષ્ટિવડે વારંવાર પડિલેહણ કરવાની ટેવ નથી એવા સાધુને, (ગપમગ્ગાસીનસ્સ) અને જેને રજોહરણાદિ વડે પ્રમાર્જન કરવાની ટેવ નથી એવા સાધુને; આવા આચરણવાળા સાધુને (તજ્ઞા તહા ખં સંગમે તુરારાહ! મવજ્ઞ) જે જે પ્રકારે તે આચરણોને સેવે તે તે પ્રકારે સંયમ મુશ્કેલીથી આરાધ્ય થાય છે, એટલે આવા આચરણવાળા સાધુને ચારિત્ર પાલવું મુશ્કેલ છે ।।૫।
હવે ચોમાસામાં સાધુ-સાધ્વીનું કેવું આચરણ કર્મબંધ કે દોષનું કારણ થતું નથી !, તે કહે છે -
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવમં વ્યાખ્યાનમ્
૬૧૮