________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાપ
TER
કલ્પસૂત્ર ભાષાંતર
આ
નવમ
વ્યાખ્યાનમુ.
જેઓ હૃષ્ટ એટલે તરુણ વયવાળા, રોગ રહિત, અને બલિષ્ઠ શરીરવાળા હોય; તેમને આ નવ રસવિકૃતિઓ અભીશ્નર એટલે વારંવાર ખાવી કહ્યું નહિ. “વારંવાર ખાવી કલ્પ નહિ એમ જણાવેલ હોવાથી કારણે કલ્પ ! પણ છે. (તે ગહ-) તે નવ વિકૃતિઓ આ પ્રમાણે - (સ્વર ëિ નવ) દૂધ, દહીં, માખણ, (સદ્ધિ તિર્લ્સ ગુ) ઘી, તેલ, ગોળ, (મહું મí મંસ) મધ, મદિરા, અને માંસ. નવવિકૃતિનો નિષેધ કરવાથી દસમી પક્વાન્ન નામની વિકૃતિ કદાચિત વાપરી શકાય છે. વિકૃતિઓ બે પ્રકારની તે – સાંચયિક અને અસાંચયિક. તેમાં દૂધ, દહીં, પક્વાન, એ ત્રણ વિકૃતિ બહુ કાલ રાખી શકાય નહિ, તેથી એ અસાંચયિક જાણવી. રોગના કારણે ગુરુ, બાલ, વૃદ્ધ, તપસ્વી વિગેરેનો ઉપગ્રહ કરવા માટે અથવા શ્રાવકના આગ્રહથી તે અસાંચયિક વિકૃતિ લેવી. ઘી, તેલ અને ગોળ નામની ત્રણ વિકૃતિ સાંચયિક જાણવી. તે સાંચયિક વિકૃતિને કોઈ શ્રાવક વહોરાવતો હોય, ત્યારે તેને સાધુએ કહેવું કે – “હજુ ઘણો વખત રહેવાનું છે, તેથી અવસરે
ગ્લાનાદિ માટે લેશું'. તે વખતે ગૃહસ્થ કહે કે – “ચોમાસા સુધી લેજો, તે ઘણી છે. ત્યારે તે લેવી, અને બાલ વૃદ્ધ વિગેરેને દેવી; પણ તરુણ સાધુઓને આપવી નહિ. જો કે મધ, મદિરા, માંસ અને માખણ, એ ચાર વિકૃતિનો તો સાધુ-સાધ્વીને જિંદગી સુધી ત્યાગ હોય છે; તો પણ અત્યંત અપવાદ દશામાં બાહ્ય પરિભોગાદિ માટે કદાચિતું ગ્રહણ કરવી પડે, પરંતુ ચોમાસામાં તો સર્વથા નિષેધ છે (૫) ii૧૭માં
૧, તરુણ વયવાળા પણ કોઈ રોગી અને નિર્બલ હોય છે, તેથી આ બે વિશેષણ મૂક્યાં છે. ૨. રસપ્રધાન વિકૃતિઓ એ વિકૃતિઓ મોહોત્પત્તિનું કારણ છે, એમ જણાવવા રસ શબ્દ મૂક્યો છે. ૩. સંચય-સંઘરવા યોગ્ય, વધારે વખત જતાં બગડી ન જાય એવી.
૫૮૦
For Private and Personal Use Only