________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Fિ
કલ્પસૂત્ર ભાષાંતર
અષ્ટમ વ્યાખ્યાનમ્
વેઠવા કરતાં હવે તો વિષમિશ્રિત અન્ન ખાઈને મરી જવું સારું છે'. એ પ્રમાણે નિર્ણય કરી ઈશ્વરીએ લક્ષ દ્રવ્ય મૂલ્યવાળા ભાત રાંધ્યા અને તેમાં વિષ નાખવાને તત્પર થઈ તેવામાં વજસેન મુનિ ઘેર ગોચરી માટે પધાર્યા. આવું સુપાત્ર મળવાથી ઈશ્વરીએ હર્ષ પામી પ્રફુલ્લિત હૃદયે ભાત વહોરાવી હકીકત નિવેદન કરી. તે સાંબળી વજસેન મુનિએ કહ્યું કે - “હે ભદ્રે ! આ પ્રમાણેના સંકટથી જીવિતનો ત્યાગ ન કરો, કારણ કે આવતી કાલે પ્રભાતે સુભિક્ષ થશે”. એમ કહી તેમણે ગુરુમહારાજે કહેલી વાત જણાવી. તે સાંભળી આશ્વાસન પામેલી ઈશ્વરીએ તે દિવસને આનંદથી વ્યતીત કર્યો. સવારમાં પુષ્કળ ધાન્યથી ભરેલાં ઘણાં વહાણ ત્યાં આવી પહોંચ્યા, તેથી સમગ્ર નગરમાં સુકાળ પ્રવર્યો. પછી જિનદત્ત શેઠે વૈરાગ્યપામી પોતાની ભાર્યા સાથે તથા નાગેન્દ્ર, ચંદ, નિવૃત્તિ અને વિદ્યાધર નામના ચાર પુત્રો સાથે દીક્ષા સ્વીકારી. તે ચારે થકી પોતપોતાના નામે ચાર શાખા પ્રવર્તી.
(થેરેરિંતો ૩ળસમિહિંતો ગોયમસહિંતો, ગૌતમ ગોત્રવાળા સ્થવિર આર્યસમિતથી (ત્ય " હિંમતીવિયા સાદા નિય) અહીં બ્રહ્મક્રીપિકા નામે શાખા નીકળી. તે આ પ્રમાણે - આભીર દેશમાં અચલપુરા નામે નગરની પાસે કન્ના અને બેન્ના નામની બે નદીઓના મધ્યભાગમાં બ્રહ્મદ્વીપ નામે દ્વીપમાં પાંચસો તાપસ રહેતા હતા. તેઓમાંનો એક તાપસ પગે લેપ કરીને પાણી પર ચાલવાની કળા જાણતો હતો. તેથી તે
HિE
૫૬૦
For Private and Personal Use Only