________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
ને પગે લેપ કરીને જમીનની જેમ જલ ઉપર ચાલી જલથી પગ ભીંજાયા સિવાય બેન્ના નદી ઉતરી પારણાને માટે અષ્ટમ
નગરમાં આવતો છતો લોકોમાં આશ્ચર્ય ઉત્પન્ન કરતો હતો. તેથી “અહો ! આ તાપસના તપનો પ્રભાવ કેવો વ્યાખ્યાનમ્ જી| છે ?, જૈનોમાં તો એવો પ્રભાવશાળી કોઈ નથી !” એ પ્રમાણે નગરનાં લોકો તે તાપસની પ્રશંસા અને
જૈનોની નિંદા કરવા લાગ્યા. તે સાંભળી ત્યાંના શ્રાવકોએ શ્રીવજસ્વામીના મામા શ્રી આર્યસમિત સૂરિને બોલાવ્યા, અને તાપસની હકીકત નિવેદન કરી. આચાર્ય મહારાજ બોલ્યા કે – “એમાં કાંઈ તપશક્તિ નથી, પણ પાદલેપની શક્તિથી જલ ઉપર ચાલીને તે લોકોને છેતરે છે. તમે તે તાપસને ભોજન માટે નિમંત્રણ કરો, અને જમવા બેસે તે પહેલાં તેના પગ તથા પાવડીને જલથી સારી રીતે ધોઈ નાખજો, જેથી તેની કપટકલા જણાઈ આવશે”. ત્યાર પછી એક શ્રાવકે તે તાપસને ભોજન માટે નિમંત્રણ કર્યું, એટલે તે ભોજન માટે શ્રાવકને ઘેર આવ્યો. ઘરના બારણા પાસે આવેલા તાપસને શ્રાવકે વિનય દર્શાવતાં કહ્યું કે – હે ભગવન્! આપના ચરણકમલનું મારે પ્રક્ષાલન કરવું છે, કેમકે આપ જેવા મહાત્માના પગનું પ્રક્ષાલન કર્યાથી મહાનું લાભ થાય છે !” એમ કહી તે શ્રાવકે તાપસની ઇચ્છા ન હોવા છતાં તેના પગ અને પાવડીને ગરમ પાણીથી એવી રીતે ધોયા કે લેપનો અંશ પણ ન રહેવા દીધો. પછી શ્રાવકે તાપસને સારી રીતે ભોજન કરાવ્યું. ભોજન કરી રહ્યા બાદ શ્રાવકો અને અન્ય લોકોથી પરિવરેલો તાપસ નદીને કાંઠે આવ્યો અને હજુ પણ કાંઈક લેપનો અંશ રહી ગયો હશે એમ ધારીને અલ્પમતિ તે તાપસ ખોટું સાહસ કરી પૂર્વની જેમ પાણીમાં
૫૬૧
For Private and Personal Use Only