________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
27)
www.kobatirth.org
મારે પુષ્પોની જરૂર છે, અને તે આપવા તું સમર્થ છે'. માળી બોલ્યો કે – ‘હે પ્રભો ! અહીં દરરોજ વીસ લાખ પુષ્પો થાય છે, તે સ્વીકારી મારા પર અનુગ્રહ કરો’. વજસ્વામીએ કહ્યું કે - ‘હું જેટલામાં અન્યત્ર જઈ આવું તેટલામાં તું પુષ્પોને તૈયાર કરી રાખ'. પછી તેઓ ત્યાંથી હિમવંત પર્વત પર ગયા, ત્યાં લક્ષ્મીદેવીએ તેમને મહાપદ્મ આપ્યું. તે લઈ તેઓ હુતાશન વનમાં આવી ત્યાંથી વીસ લાખ પુષ્પો લઈને પૂર્વભવના મિત્ર જંભકદેવોએ વિક્ર્વેલા વિમાન પર બેઠા છતા મહોત્સવસહિત પુરિકા નગરીમાં પધાર્યા, અને જિનશાસનની પ્રભાવના કરી. તથા ત્યાંના બૌદ્ધધર્મી રાજાને પણ પ્રતિબોધ પમાડી શ્રાવક કર્યો. આવી રીતે અનેક ભવ્યજીવોને પ્રતિબોધ પમાડતા શ્રીવજસ્વામિ વિચરતા છતા દક્ષિણ દેશમાં આવ્યા. તે વખતે તેમને શ્લેષ્મનો અત્યંત વ્યાધિ હોવાથી સાધુ પાસે સૂંઠ મંગાવી, અને આહાર કર્યા પછી તે સૂંઠને વાપરવાના વિચારથી પોતાના કાન પર રાખી; પણ આહાર કર્યા પછી તે સૂંઠને વાપરવી ભૂલી ગયા. સાયંકાલે પ્રતિક્રમણ વખતે મુહપત્તિ વડે કાનનું પડિલેહણ કરતાં તે સૂંઠ કાન ઉપરથી નીચે પડી, એ પ્રમાદ થવાથી પોતાનું મૃત્યુ નજીક હોવાનું વિચારી અનશન કરવાની ઇચ્છાવાળા શ્રીવજસ્વામીએ પોતાના વજ્રસેન નામના શિષ્યને પાસે બોલાવી કહ્યું કે – “બાર વરસનો ભયંકર દુષ્કાળ પડશે, અને જે દિવસે તું લક્ષ મૂલ્યવાળા ભાતની ભિક્ષા પામીશ તેને બીજે દિવસે પ્રભાતે સુકાળ થશે એમ સમજવું”. એ પ્રમાણે કહીને તેને અન્ય સ્થળે વિહાર કરાવ્યો. ત્યાર પછી વજસ્વામીએ પોતાની સમીપે રહેલ મુનિઓ સાથે એક પર્વત પર જઈ અનશન કર્યું,
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અષ્ટમ વ્યાખ્યાનમ્
૫૫૮