________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઈ
[
T)
અષ્ટમ
કલ્પસૂત્ર ભાષાંતર
તેમને વિનંતી કરી કે – “હે ભગવન્! આ દુઃખસાગરમાંથી સંઘને કોઈ પણ રીતે પાર ઉતારો, સંઘને માટે આ વિદ્યાનો ઉપયોગ કરતાં પણ દોષ નથી”. તે સાંભળી કરુણાલુ વજસ્વામીએ પોતાની વિદ્યાશક્તિથી એક કે વ્યાખ્યાનમુ. વિશાળ પટ વિતુર્વી સકલ સંઘને તે પટ ઉપર બેસાડ્યો. પછી તેમણે પ્રયોજેલી વિદ્યાશક્તિથી તે મહાપટ આકાશમાં ઉડ્યો, અને સંઘ સાથે શ્રીવજસ્વામી પુરિકા નામની નગરીમાં પહોંચ્યા. તે નગરીમાં સુકાળ હોવાથી સંઘના લોકો સુખી થયા. ત્યાંની પ્રજા મોટે ભાગે જૈનધર્મ પાળતી હતી, પણ રાજા બૌદ્ધધર્મી હતો. ત્યાંના જૈનો બૌદ્ધો કરતાં અતિશય ધનાઢયે હોવાથી પુષ્પાદિક પૂજાના ઉપકરણો અધિક મૂલ્ય આપીને પણ વેચાતા લઈ લેતા હોવાથી જિનમંદિરોમાં ઠાઠમાઠથી પૂજા-મહોત્સવ થતો, તેથી બુદ્ધમંદિરોમાં ઘણી જ સામાન્ય પૂજા થતી હોવાથી બૌદ્ધોએ લજ્જા પામીને રાજા પાસે જઈ તે હકીકત નિવેદન કરી; તેથી રાજાએ શ્રાવકોને પુષ્પો આપવાનો આખી નગરીમાં અટકાવ કર્યો. એવામાં પર્વાધિરાજ શ્રીપર્યુષણ પર્વ નજીકમાં આવતાં શ્રાવકોએ વજસ્વામી પાસે જઈ ખેદપૂર્વક આ હકીકત નિવેદન કરી, ત્યારે વજસ્વામી બોલ્યા કે - હે શ્રાવકો ! શાંત થાઓ, તમને ઉત્તેજન મળે એવો પ્રયત્ન કરીશ'. એમ કહીને તેઓ આકાશગામીની વાતો વિદ્યા વડે માહેશ્વરી નગરીના હુતાશન નામના ઉદ્યાનમાં ગયા. તે ઉદ્યાનનો તડિત નામે માળી વજસ્વામીના પિતા ધનગિરિનો મિત્ર હતો. વજસ્વામીનું દર્શન થતાં જ તે અતિશય ખુશી થયો અને અંજલિ જોડીને બોલ્યો કે - “હે સ્વામી ! આપનું હું શું આતિથ્ય કરું તે ફરમાવો'. વજસ્વામીએ કહ્યું કે - “હે ઉદ્યાનપાલક !
૫૫૭
For Private and Personal Use Only