________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
.
www.kbbatirth.org
દીક્ષા સ્વીકારી. વજસ્વામી આઠ વરસના થયા ત્યારે એક વખત તેઓ ઉજ્જિયની તરફ જતા હતા, એવામાં રસ્તામાં વરસાદ થવાથી કોઈ યક્ષના મંદિરમાં રહ્યા. આ સમયે તેમના પૂર્વભવના મિત્રો શૃંભકદેવો તેમના સત્ત્વની પરીક્ષા કરવા માટે મનુષ્ય થઈને ત્યાં આવ્યા, અને વરસાદ બંધ થતાં વજસ્વામીને કોળાની ભિક્ષા આપવા માંડ્યા. પણ વજસ્વામી તેમને અનિમેષ નેત્રવાળા જોઈ ‘આ તો દેવતાઓ છે, અને દેવપિંડ મુનિને ન કલ્પે’ એમ વિચાર કરી ભિક્ષા લીધા વિના જ પાછા ફર્યા. તે જોઈ સંતુષ્ટ થયેલા દેવોએ વજ્રસ્વામીને વૈક્રિયલબ્ધિ આપી. વળી ફરીથી એક વખતે તે દેવો મનુષ્યનું રૂપ ધરી વજસ્વામીને ઘેબરની ભિક્ષા આપવા લાગ્યા, તે સમયે પણ તેમણે પ્રથમ પેઠે તે દેવપિંડ સમજી ગ્રહણ ન કર્યો; કારણ કે તેઓ ઉપયોગ દેવામાં કુશલ હતા. તે વખતે પણ સંતુષ્ટ થયેલા તે પૂર્વજન્મના મિત્રદેવો વજસ્વામીને આકાશગામિની વિદ્યા આપી પોતપોતાને સ્થાને ગયા.
હવે પાટલિપુત્ર નગરમાં ધન નામે ધનાઢ્ય શેઠને રુક્મિણી નામે સ્વરૂપવતી પુત્રી હતી. રુક્મિણી સાધ્વીઓ પાસે વજસ્વામીના ગુણગ્રામ સાંભળી તેમની ઉપર પ્રગાઢ રાગવાળી થઈ, તેથી તેણીએ પ્રતિજ્ઞા કરી કે - ‘મારે વજસ્વામીને જ વરવું છે'. એવામાં વજસ્વામી વિચરતા છતા તે જ નગરમાં પધાર્યા. લોકોના મુખેથી તેમનું આગમન સાંભળી રુક્મિણીએ પોતાના પિતાને જણાવ્યું કે – ‘હે તાત ! જેને વરવાનું હું સદા ઝંખી રહી છું તે વજસ્વામી ભાગ્યયોગે અહીં પધાર્યા છે, માટે મારું લગ્ન તેમની સાથે કરો; અન્યથા
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અષ્ટમં
વ્યાખ્યાનમ્
૫૫૫