________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
I
કલ્પસૂત્ર ભાષાંતર
અષ્ટમ વ્યાખ્યાનમ્
તરત જ તે રોતો બંધ થઈ ગયો. પછી ધનગિરિએ ઉપાશ્રયે આવી ગુરુ મહારાજના હાથમાં તે બાળક અર્પણ કર્યો. તે બાળક હોવા છતાં તેનો વજ જેવો અતિશય ભાર લાગવાથી ગુરુ મહારાજે “વજ' એવું નામ આપ્યું. આચાર્ય મહારાજે તે બાળક સાધ્વીઓને સોંપ્યો, અને સાધ્વીઓએ લાલન-પાલન માટે શય્યાતરગુહસ્થને સોંપ્યો, તેથી શય્યાતરના ઘરની સ્ત્રીઓ તેને પ્રેમપૂર્વક ઉછેરવા લાગી. શય્યાતરની શાળામાં સાધ્વીઓ અભ્યાસ કરતી હતી, તે વચનો સાંભળીને બુદ્ધિના નિધાનરૂપ અને પદાનુસારી લબ્ધિવાળા વજકુમાર પારણામાં રહ્યા છતા જ અગીયાર અંગ ભણી ગયા. હવે વજકુમાર ત્રણ વરસના થયા ત્યારે સુનંદાએ પોતાનો પુત્ર પાછો મેળવવા રાજા પાસે જઈ ફરીયાદ કરી. રાજાએ બન્ને પક્ષના બોલવા પર વિચાર કરી એવો ઠરાવ કર્યો કે - “આ બાળક જેના બોલાવવાથી જેની પાસે જશે તેને તે બાળક મળશે'. આ પ્રમાણે રાજાનું કથન બન્ને પક્ષોએ કબૂલ રાખ્યું. પછી રાજસભામાં સુનંદાએ વજકુમારને લલચાવવા માટે અનેક પ્રકારની મીઠાઈઓ, મેવા, રમકડાં વિગેરે બતાવવા છતાં અને મિષ્ટ વચનોથી બોલાવવા છતાં તે બાળક સુનંદા તરફ એક પગલું પણ ગયો નહિ. ત્યાર પછી ધનગિરિએ રજોહરણ ઉંચું કરીને કહ્યું કે – “હે વત્સ ! જો તારો દીક્ષા લેવાનો વિચાર હોય, અને તું તત્ત્વજ્ઞ હો, તો ધર્મના ધ્વજરૂપ આ રજોહરણને લઈ લે”. આ વચન સાંભળતાં વજકુમારે તરત જ રજોહરણ લઈ લીધું. એ પ્રમાણે જોઈ ન્યાયનિષ્ઠ રાજાએ તે બાળક ધનગિરિને સોંપ્યો. ત્યાર પછી આચાર્ય શ્રીસિંહગિરિએ વજકુમારને યોગ્ય દીક્ષા આપી, અને સુનંદાએ પણ
૫૫૪
For Private and Personal Use Only