________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
અષ્ટમ વ્યાખ્યાનમ્
(થે ૩સીરિરસ નાફસ્પરરસ સિયગુર) કૌશિક ગોત્રવાળા અને જાતિસ્મરણ જ્ઞાનવાળા સ્થવિર આર્ય સિંહગિરિને (મે વારિ વેરા અંતેવાસ) આ ચાર સ્થવિર શિષ્યો (મહાવળ્યા મuTયા હત્ય) પુત્ર સમાન પ્રસિદ્ધ હતા; (ત ગદા-) તે આ પ્રમાણે - (વેરે ઘofજી સ્થવિર ધનગિરિ, (થેરે મળવાજી વિર આર્ય વજ, થેરે ગમ) સ્થવિર આર્યસમિત, (થેરે રિજે) અને સ્થવિર અન્નિ. સ્થવિર આર્ય શ્રીવજસ્વામીનો સંબંધ આ પ્રમાણે -
માળવા દેશમાં તુંબવન નામે ગામમાં રહેતો ધનગિરિ નામે શ્રેષ્ઠિપુત્ર સુનંદા નામે સ્ત્રી સાથે પરણ્યો હતો. સુનંદાના ભાઈ આર્યસમિતે આચાર્ય શ્રી સિંહગિરિ પાસે દીક્ષા લીધી હતી. ધનગિરિ પણ નાનપણથી જ સંસારથી વિરક્ત હતો, તેથી તેણે પણ પરણ્યા પછી થોડા જ વખતમાં આચાર્ય શ્રી સિંહગિરિ પાસે દીક્ષા લીધી. ધનગિરિએ દીક્ષા લીધી ત્યારે સુનંદા ગર્ભવતી હતી, અનુક્રમે સુનંદાએ એક પુત્રરત્નને જન્મ આપ્યો તે વખતે સુનંદાની સખીઓ રાત્રિજાગરણ માટે આવીને તે બાળકને કહેવા લાગી કે - “હે વત્સ ! જો તારા પિતાએ ઉતાવળ કરીને દીક્ષા ન લીધી હોત તો ખરેખર તારો જન્મ મહોત્સવ બહુ જ સુંદર કરત”. પેલો બાળક જ્ઞાનાવરણીય કર્મના લાઘવને લીધે સંજ્ઞાવાનું હોવાથી તેમના તે સંતાપને સાવધાન થઈ સાંભળવા | લાગ્યો. પછી તેણે વિચાર કર્યો કે - શું મારા પિતાએ દીક્ષા લીધી છે? આ પ્રમાણે ચિંતવતાં તેને જાતિસ્મરણ
૫૫૨
For Private and Personal Use Only