________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
#C
==
www.kobatirth.org
જ્ઞાન થયું, અને જાતિસ્મરણ થવાથી સંસારની અસારતાને જાણતાં જ તેને દીક્ષા લેવાની ઇચ્છા કરી. પછી “મારી માતા જો મારાથી ઉદ્વેગ પામશે તો જ મારા પર મોહ ન લાવતાં મારો ત્યાગ કરશે' એમ ચિંતવીને તે બાળક માતાને ઉદ્વેગ પમાડવા રાત-દિવસ રડવા લાગ્યો. પુત્રને રોતો બંધ રાખવા સુનંદાએ ઘણા ઉપાયો કર્યા, છતાં પણ તે રોતો બંધ ન જ થયો, એવી રીતે તે બાળકને રુદન કરતાં છ મહિના વીતી ગયા, તેથી સુનંદા પુત્રથી પૂરેપૂરી કંટાળી ગઈ. આ વખતે ધગિરિ આર્યસમિત વિગેરે શિષ્યોથી પરિવરેલા આચાર્ય શ્રીસિંહગિરિ તે ગામમાં પધાર્યા. તેમણે જ્ઞાનબળથી જાણીને ધનગિરિને કહ્યું કે - “આજે તમને મહાન્ લાભ થશે, તેથી તમારે તમારા કુટુંબી પાસે જવું; અને સચિત અથવા અચિત્ત જે કાંઈ તમને આપે તે મારી આજ્ઞાથી સ્વીકારી લેવું”. આ પ્રમામે ગુરુમહારાજની આજ્ઞા સ્વીકારી ધનિગિર સુનંદાને ઘેર ગયા, તેમને જોઈ સુનંદા પુત્રને લઈને ઉભી થઈ, અને કહેવા લાગી કે – “આટલા વખત સુધી આ તમારા પુત્રનું મેં મારા આત્માની જેમ પાલન-પોષણ કર્યું, પણ રાત-દિવસ રુદન કરતાં એણે મને નાટકણીની જેમ નચાવી મૂકી છે; હું તો હવે એનાથી પૂરેપૂરી કંટાળી ગઈ છું. માટે હવે તમે એને લઈ જાઓ”. તે સાંભળી વચનકુશલ ધનગિરિ બોલ્યા કે – “હે ભદ્રે ! તારા કહેવાથી હું તો એને લઈ જઈશ, પણ પાછળથી તને પશ્ચાત્તાપ થાય તેમ હોય તો આવી રીતે કરવું રહેવા દે”. સુનંદાએ કહ્યું કે - ‘મને આ પુત્ર માટે પશ્ચાત્તાપ થવાનો નથી, માટે સુખેથી લઈ જાઓ'. તે સાંભળી ધનગિરિએ ઘણા લોકોને સાક્ષી રાખી તે બાળકને ઝોળીમાં લીધો કે
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અષ્ટમ વ્યાખ્યાનમ્
૫૫૩