________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
PRV
કલ્પસૂત્ર ભાષાંતર
શ્રીજબૂસ્વામીનું સ્વરૂપ આ પ્રમાણે - રાજગૃહ નગરમાં ઋષભદત્ત શેઠની ધારિણી નામે સ્ત્રીની કુખે
અમું પાંચમા દેવલોકથી ચ્યવી જંબૂકુમારનો જન્મ થયો. એક વખતે શ્રીસુધર્માસ્વામી વિચરતા છતા તે નગરમાં વ્યાખ્યાનનું પધાર્યા, તેમની દેશનાથી પ્રતિબોધ પામેલા જંબૂકુમારે શીલવ્રત અને સમકિત સ્વીકાર્યું. જંબૂકુમારે તે હકીકત માતા - પિતાને જણાવી, છતાં તેમણે દઢ આગ્રહ કરી જંબૂકુમારને એક સાથે આઠ કન્યાઓ પરણાવી. ઘણી રાત્રિએ શયનગૃહમાં તે આઠે સ્ત્રીઓએ સ્નેહ-વિલાસયુક્ત વાણીથી જંબૂકુમારને મોહિત કરવા ઘણા પ્રયત્ન કર્યા, છતાં વૈરાગ્યમગ્ન જંબૂકમાર મોહિત ન થયા. કેમકે
“सम्यक्त्व-शीलतुम्बाभ्यां, भवाब्धिस्तीर्यते सुखम् । ते दधानो मुनिर्जम्बूः; स्त्रीनदीषु कथं ब्रुडेत् ?" ॥१॥
સમ્યકત્વ અને શીલરૂપી બે તુંબડા વડે ભવરૂપી સમુદ્ર પણ સહેલાઈથી તરી જવાય છે, તે બે તુંબડાને ધારણ કરતા જંબૂમુનિ સ્ત્રીઓ રૂપી નદીઓમાં કેમ બુડે? Ill”
જંબૂકુમારે રાત્રિમાં તે આઠે સ્ત્રીઓને સંસારની અસારતા જણાવી વૈરાગ્યમય કરી પ્રતિબોધ પમાડી. રાત્રિમાં જ્યારે જંબૂકુમાર પોતાની સ્ત્રીઓને પ્રતિબોધ આપતા હતા, તે રાત્રિએ ત્યાં ચારસો નવાણું ચોરોથી પરિવરેલો પ્રભવ નામનો ચોર ચોરી કરવા આવ્યો હતો, તે પણ જંબૂકમારની વૈરાગ્યમય વાણી સાંભળી પ્રતિબોધ પામ્યો, તથા બીજા પણ ચોરો પ્રતિબોધ પામ્યા. સવારમાં પાંચસો ચોર, પોતાની આઠ સ્ત્રીઓ,
૫૧૭
For Private and Personal Use Only