________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsur Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
અષ્ટમ વ્યાખ્યાનમ્
થયા છે, પણ અતિરમણીય મહેલમાં યુવતી-સ્ત્રી પાસે રહીને ઇંદ્રિયોને વશ કરનાર તો એક શકટાલપુત્રસ્થૂલભદ્ર જ થયા છે ૧|| અહો ! આશ્ચર્ય છે કે – જેણે અગ્નિમાં પ્રવેશ કર્યો, તો પણ દયા નહિ; જે તલવારની ધાર ઉપર ચાલ્યા, તો પણ છેદાયા નહિ; જે કાલા સર્પના દરમાં રહ્યા, તો પણ ડંખાયા નહિ, અને જે કાજલની કોટડીમાં રહ્યા, તો પણ તેમને ડાઘ લાગ્યો નહિ /રા વેશ્યા રાગવાલી હતી, હમેશાં તેમના કહેવા પ્રમાણે ચાલનારી હતી, પડ્રરસ ભોજન મળતું હતું, સુંદર ઘર-ચિત્રશાલા હતી, મનોહર શરીર હતું, નવી વયનો સંગમ હતો – યૌવનવય હતી, સમય પણ મેઘ વડે શ્યામ-વર્ષાઋતુનો હતો; તો પણ જેમણે આદરથી કામદેવને જીત્યો, એવા કોશાને પ્રતિબોધ પમાડવામાં કુશલ શ્રીસ્થૂલભદ્ર મુનિવરને હું વંદન કરું. છું //all વળી કવિઓ શ્રીસ્થૂલભદ્રના સત્ત્વની પ્રશંસા કરતા, કહે છે કે -
“श्रीनेमितोऽपि शकटालसुतं विचार्य, मन्यामहे वयममुं भटमेकमेव । देवोऽद्रिदुर्गमधिरुह्य जिगाय मोहं यन्मोहनालयमयं तु वशी प्रविश्य" ॥१॥
“અમે તો વિચાર કરીને શ્રી નેમિનાથથી પણ એ શકટાલપુત્ર-સ્થૂલભદ્રને જ મુખ્ય વીરપુરુષ માનીએ છીએ; કારણ કે શ્રીનેમિનાથ પ્રભુએ પર્વતરૂપી કિલ્લા ઉપર ચડીને મોહને જીત્યો હતો, પણ આ વશીમુનિએ તો મોહના ઘરમાં પ્રવેશ કરીને તે મોહને જીત્યો” [૧] એક વખતે બાર વરસના દુષ્કાળને અંતે સંઘના આગ્રહથી શ્રી ભદ્રબાહુ સ્વામી પાંચસો સાધુઓને હમેશાં સાત વાચનાવડે દૃષ્ટિવાદ ભણાવવા લાગ્યા.
જે રજા
/ છીએ. અમે તો વિચાર છે
૫૨૯
For Private and Personal Use Only