________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
5] C
www.kobatirth.org
કરીશ’ એમ કહી તે પડહને નિવારણ કર્યો. પછી તેણે ગુરુમહારાજ પાસે આવી વંદન કરી વાદ કરવાનું કબુલ કર્યાનો વૃત્તાન્ત કહ્યો. આચાર્ય મહારાજે રોહગુપ્તનો વાદ કરવાનો નિર્ણય જાણી તે સંન્યાસીની વિદ્યાઓને બાધ કરનારી અને માત્ર પાઠ કરવાથી જ સિદ્ધ થાય એવી મયૂરી, નકુલી, બિડાલી, વ્યાઘ્રી, પસિંહી, *ઉલૂકી અને જ્યેની સાત વિદ્યાઓ' આપી. વળી આચાર્ય મહારાજે રોહગુપ્તને એ સાત વિદ્યાઓ ઉપરાંત શેષ ઉપદ્રવ શમાવનાર રરજોહરણ મંત્રીને આપ્યું અને કહ્યું કે - “જો કદાચ તે સંન્યાસી બીજો કાંઈ પણ ઉપદ્રવ કરે તો તેના નિવારણ માટે તારે તારા મસ્તક પર આ રજોહરણ ફેરવવું તેથી ઉપદ્રવ રહિત થઈશ”. આવી રીતે રોહગુપ્તે ગુરુમહારાજ પાસેથી તે સંન્યાસીની વિદ્યાઓને ઉપઘાત કરનારી પાઠસિદ્ધ સાત વિદ્યાઓ અને શેષ ઉપદ્રવ શમાવનારું રજોહરણ મેળવીને તે નગરીના બલશ્રી નામે રાજાની સભામાં આવીને પોટ્ટશાલ સાથે વાદ આરંભ્યો. પોટ્ટશાલે વિચાર્યું કે – “જૈન સાધુઓ ઘણા નિપુણ હોય છે; માટે તેના જ સંમત પક્ષનો આશ્રય કરીને બોલું, કે જેથી તે તેનું નિરાકરણ કરી શકેજ નહિ”. એમ વિચારીને તે બોલ્યો કે – “દુનિયામાં જીવ અને અજીવ એવી બે જ રાશિ છે, કારણ કે તેજ પ્રમાણે જોવામાં આવે છે તેથી, સુખ અને દુઃખ, ધર્મ અને અધર્મ, પુણ્ય અને પાપ, દ્રવ્ય અને ભાવ, રાત્રિ અને દિવસ ઇત્યાદિ બબ્બે રાશિની જેમ”. તે સાંભળીને
૧. તે વિદ્યાઓ વડે અનુક્રમે-મોર, નોળીયા, બિલાડા, વાધ, સિંહ, ઘૂવડ અને બાજપક્ષી ઉત્પન્ન થયા. ૨. ઓઘો, ૩. અહીં વાદી ત્રણ વાક્યો બોલ્યો છે, તેમાં પહેલું વાક્ય પક્ષ, બીજું હેતુ, અને ત્રીજું દૃષ્ટાંત કહેવાય છે, તે ત્રણ મળીને અનુમાન પ્રમાણ થયું છે.
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અષ્ટમ
વ્યાખ્યાનમ્
૫૩૯