________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kbbatirth.org
રોહગુપ્તે વાદીનો પરાભવ કરવા માટે પોતાના સંમત પક્ષને પણ છોડી દઈ તેને અસત્ય ઠરાવવા કહ્યું કે - “તેં જે હેતુ આપ્યો છે તે બીજી રીતે જોવામાં આવે છે, તેથી અસિદ્ધ છે. સાંભળ-દુનિયામાં જીવ, અજીવ અને નોજીવ એવી ત્રણ રાશિ છે, કારણ કે તેજ પ્રમાણે જોવામાં આવે છે તેથી; સત્ત્વ, રજસ્ અને તમસ્ એ ત્રણ ગુણ, હ્રસ્વ, દીર્ઘ અને પ્લુત એ ત્રણ સ્વર, વર્તમાન, ભૂત અને ભવિષ્ય એ ત્રણ કાલ, પ્રાતઃકાલ, મધ્યાહ્ન અને સાયંકાલ એ ત્રણ સંધ્યા, એકવચન, દ્વિચન અને બહુવચન એ ત્રણ વચન, સ્વર્ગ, મૃત્યુ અને પાતાલ એ ત્રણ લોક, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર એ ત્રણ દેવ, તથા અધમ, મધ્યમ અને ઉત્તમ ઇત્યાદિ ત્રણ રાશિની જેમ”. ઇત્યાદિ બોલતા રોહગુપ્તે જીવ, અજીવ અને નોજીવ એ ત્રણ રાશિની સિદ્ધિ કરીને તે તાપસનો પરાભવ કર્યો તેથી તાપસે ક્રોધાવેશમાં આવીને વૃશ્ચિક વિદ્યા વડે રોહગુપ્તનો વિનાશ કરવા માટે વીંછીઓ વિકુર્વ્યા, ત્યારે રોહગુપ્તે ગુરુમહારાજ પાસેથી મેળવેલી મયૂરી વિદ્યા વડે મોર વિકુર્તી તે વિદ્યાનો વિઘાત કર્યો. એવી રીતે તાપસે અનુક્રમે મૂકેલી સાતે વિદ્યાઓને રોહગુપ્તે પોતાની વિદ્યાઓ વડે જીતી લીધી. છેવટે પોટ્ટશાલ સંન્યાસીએ મૂકેલી રાસભી વિદ્યાને પણ રજોહરણ વડે જીતીને રોહગુપ્તે રાજસભામાં વિજય મેળવ્યો. પછી રોહગુપ્તે મહોત્સવપૂર્વક આવીને ગુરુમહારાજને સર્વ વૃત્તાંત નિવેદન કર્યો, ત્યારે આચાર્ય મહારાજ બોલ્યા કે – “વત્સ ! તેં રાજસભામાં વાદીને હરાવી વિજય મેળવ્યો તે ઠીક કર્યું; પરન્તુ તેં જે જીવ, અજીવ અને નોજીવ એ ત્રણ રાશિની સ્થાપના કરી તે ઉત્સૂત્ર છે, વાસ્તવિક રીતે તો જીવ અને અજીવ એ બે જ રાશિ
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
KIN
અષ્ટમ વ્યાખ્યાનમ
૫૪૦