________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandie
કલ્પસૂત્ર ભાષાંતર
અષ્ટમ વ્યાખ્યાનમુ.
II
(થેક્સંતો જ છ–હિંતો રોદવુહિંતો ઢોસિયમુહિંતો) કૌશિક ગોત્રવાળા સ્થવિર ષડલૂક રોહગુણ થકી (તત્ય તેરસિયા નિપથી) ત્યાં બૈરાશિક નીકળ્યા. એટલે જીવ, અજીવ અને નોજીવ, એ પ્રમાણે ત્રણ રાશિને પ્રરૂપનારા તેમના શિષ્ય-પ્રશિષ્યો થયા. તેની ઉત્પત્તિ આ પ્રમાણે -
પરમાત્મા શ્રીમહાવીરના નિર્વાણ પછી પાંચસો ચુમ્માલીસમે વરસે અંતરંજિકા નામે નગરીના ઉદ્યાનમાં ભૂતગુહ નામે વ્યંતરના ચૈત્યમાં શ્રીગુપ્ત આચાર્ય ગચ્છસહિત રહ્યા હતા. તેમનો રોહગુપ્ત નામે શિષ્ય બીજા ગામમાં હતો, તે ગુરુમહારાજને વંદન કરવા તે નગરીમાં આવ્યો. આ વખતે ત્યાં પોશાલ નામે સંન્યાસી | આવ્યો હતો. તે વાદકલામાં નિપુણ હતો, તેથી તેણે ઘણે સ્થળે વાદમાં વિજય મેળવ્યો હતો, વળી કોઈ પ્રતિવાદી તેને જીતી જાય એવો આવતો ત્યારે પોટ્ટશાલ તે પ્રતિવાદીને વૃશ્ચિક, સર્પ, મૂષક, મૃગી, વરાહી, કાકી અને શકુનિકા નામે સાત મંત્રવિદ્યાઓ વડે ઉપદ્રવ કરતો. આ પ્રમાણે વિદ્યાર્થી ગર્વિષ્ઠ બનેલા પોટ્ટશાલે તે નગરીમાં પડહ વગડાવ્યો કે - “મારી સાથે કોઈ વાદ કરવાને સમર્થ નથી, છતાં કોઈને હિમ્મત હોય તો તૈયાર થાય”. આ વખતે નગરીમાં પ્રવેશ કરતા રોહગુસે તે પડહ સાંભળ્યો, તેથી તેણે “હું તેની સાથે વાદ
૧, કલ્પસૂત્ર મૂલપાટમાં રોહગુપ્તને આર્ય શ્રીમહાગિરિનો શિષ્ય કહ્યો છે, પણ ઉત્તરાધ્યયનવૃત્તિ, સ્થાનગવૃત્તિ વિગેરેમાં તો શ્રીગુસઆચાર્યનો શિષ્ય કહ્યો છે; અહીં શ્રીગુપ્ત આચાર્યનો શિષ્ય જણાવેલ છે, તત્ત્વ બહુશ્રુત જાણે. ૨. તે વિઘાઓ વડે અનુક્રમે વીંછી, સાપ, ઉંદર, મૃગ, સુવર, કાગડા અને સમલીઓ વિક્ર્વીને ઉપદ્રવ કરતો.
છે
૫૩૮
For Private and Personal Use Only