________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagersuri Gyanmandit
કલ્પસૂત્ર ભાષાંતર
જિનમંદિરો ચારસો અન્યદર્શનીઓનાં મંદિરો, અઢારસો બ્રાહ્મણોનાં ઘર, છત્રીસસો વૈશ્યનાં ઘર, નવસો અમે બગીચા, સાતસો વાવ, બસો કુવા, અને સાતસો દાનશાલા વડે શોભતું હતું. શ્રી પ્રિયગ્રંથસૂરિ વિચરતા વ્યાખ્યાનમ છતાં અનુક્રમે તે હર્ષપુર નગરમાં પધાર્યા. ત્યાં એક વખતે બ્રાહ્મણો યજ્ઞમાં બકરાને હણવાનો આરંભ કરતા હતા, તે સમયે શ્રીપ્રિયગ્રંથસૂરિએ તે બકરા ઉપર શ્રાવકને હાથે વાસક્ષેપ નખાવી તેને અંબિકાદેવી વડે અધિષ્ઠિત કર્યો. તેથી તે બકરો ત્યાંથી ઉડી આકાશમાં સ્થિર રહીને મનુષ્યવાણી વડે બોલવા લાગ્યો કે -
"हनिष्यथ नु मा हुत्यै, बजीताऽऽयात मा हत । युष्मद्धन्निर्दयः स्यां चेत्, तदा हन्मि क्षणेन व ॥१॥ यत्कृतं रक्षसां द्रङ्गे, कुपितेन हनूमता । तत् करोम्येव स्वस्थो वः, कृपा चेद् नाऽन्तरा भवेत् ॥२॥"
શું તમે મને હોમને માટે હણવા ધારો છો? ઠીક છે, તમારું સામર્થ્ય હોય તો હવે આવો, મને બાંધો, અને હણો જોઈએ? હે નિષ્ફરો ! જો હું તમારી જેવો નિર્દય થાઉ તો તમને બધાને ક્ષણવારમાં હણી નાખું ||૧||
“જો દયા વચમાં ન આવી હોત તો, કોપ પામેલા હનુમાને લંકાનગરીમાં રાક્ષસોની જે હાલત કરી હતી હતી, તે જ હાલત તમારી પણ આકાશમાં રહ્યો થકો હું પણ કરત રા”
આવી રીતે બકરાનું કથન સાંભળી ભયભીત થયેલા બ્રાહ્મણો બોલ્યા કે - “તમે કોણ છો ? તે જણાવો'. IS તેણે કહ્યું કે - “હું અગ્નિદેવ છું, બકરો મારું વાહન છે, તે પશુને તમે શા માટે હણો છો ? પશુઓને
૫૪૯
For Private and Personal Use Only