________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારિક
અષ્ટમ વ્યાખ્યાનમ્
ગિથી
III
કલ્પસૂત્ર
છે, માટે ફરીથી રાજસભામાં જઈને મિથ્યાદુકૃત દઈ આવ”. આ પ્રમાણે ગુરુમહારાજનું કથન સાંભળી ભાષાંતર કિ. રોહગુમે વિચાર્યું કે- “એવી મોટી રાજસભામાં પોતે જ ત્રણ રાશિ પ્રરૂપીને પાછો હું પોતે જ ત્યાં જઈ પોતાને કિ
અપ્રમાણિક કેમ કરું?” એ પ્રમાણે અહંકાર લાવી તે રાજસભામાં ન ગયો, આચાર્ય મહારાજની સામો થઈને બોલ્યો કે - “મારું કથન સત્ય છે'. ત્યારે આચાર્ય મહારાજ તેને સાથે લઈને રાજસભામાં ગયા, અને તેની સાથે છ મહિના સુધી વાદ કર્યો. તેવી રીતે ગુરુ શિષ્યને વાદ કરતાં છ મહિના વ્યતીત થયા, ત્યારે રાજાએ આચાર્ય મહારાજને કહ્યું કે - “હે સ્વામી! હવે વાદને સમાપ્ત કરો, કેમકે હમેશાં તેની વ્યગ્રતાથી મારાં રાજકાર્યો સદાય છે”. આચાર્ય મહારાજ બોલ્યા કે – “આટલા દિવસ સુધી તો મેં આ શિષ્યને માત્ર ક્રીડા કરાવી છે, પણ હવે પ્રાત:કાલે અવશ્ય તેનો નિગ્રહ કરીશ”. બીજે દિવસે ગુરુમહારાજે રાજાને કહ્યું કે - “આ દુનિયામાં જેટલી વસ્તુ છે તે કુત્રિકાપણમાં મળે છે, માટે આપણે ત્યાં જઈને નોજીવની માગણી કરીએ”. પછી ગુરુમહારાજ સર્વ પરિવારને તથા રોહગુપ્તને લઈ કુત્રિકાપણે ગયા, અને કુત્રિકાપણના માલીક પાસે જીવ માગ્યો, ત્યારે તેણે મેના, પોપટ વિગેરે આપ્યા. પછી અજીવ માગ્યો, ત્યારે પત્થર વિગેરે પદાર્થો આપ્યા. પછી નો જીવ માગ્યો, ત્યારે તેણે જીવ અને અજીવ સિવાયનું બીજું કાંઈ આપ્યું નહિ. પછી આચાર્ય મહારાજે રોહગુપ્તને કહ્યું કે – વત્સ ! હવે તું તારો કદાગ્રહ છોડી દે, જો કદાચ નો જીવ વસ્તુ જુદી હોય તો તે અહીં કેમ ન મળી? એવી રીતે એકસો ચુમ્માલીસ પ્રશ્નો વડે આચાર્ય મહારાજે રોહગુપ્તને પરાસ્ત કર્યો, છતાં તે
૫૪૧
For Private and Personal Use Only