________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
અષ્ટમ વ્યાખ્યાનમુ.
તે વખતે તેઓ મહાપ્રાણ નામનું ધ્યાન સાધતા હોવાથી વાચના આપવામાં તેમને થોડો વખત મળતો; તેથી વિશેષ વાચના ન મળતી હોવાથી બીજા સાધુઓ ઉદ્વેગ પામી ચાલ્યા ગયા, અને એક સ્થૂલભદ્ર જ રહ્યા. મહાપ્રાણ ધ્યાન પૂર્ણ થતાં શ્રીભદ્રબાહુસ્વામી તેમને વધારે વાચના આપવા લાગ્યા, તેમની પાસે સ્થૂલભદ્ર બે વસ્તુ ન્યૂન એવાં દસ પૂર્વ ભણ્યા. એક વખતે ભદ્રબાહુસ્વામી વિહાર કરતા પાટલિપુત્ર નગરના ઉદ્યાનમાં પધાર્યા, તેમને સ્થૂલભદ્રની બહેનો યક્ષા વિગેરે સાધ્વીઓ વંદન કરવા આવી. ગુરુમહારાજને વંદન કરી તેમણે પૂછ્યું કે - “હે પ્રભો ! સ્થૂલભદ્ર ક્યાં છે?” ગુરુ બોલ્યા કે “આ નજીકના જીર્ણ દેવકુલમાં છે'. પછી તેઓ દેવકુલ તરફ ચાલી, તેમને આવતી જોઈ સ્થૂલભદ્ર આશ્ચર્ય બતાવવા સિંહનું રૂપ કર્યું. સિંહને જોઈ તે સાધ્વીઓ ભયભીત થઈ ગુરુમહારાજ પાસે આવી કહેવા લાગી કે - “હે ભગવન્! કોઈ સિંહ અમારા જયેષ્ઠ બંધવનું ભક્ષણ કરી ગયો જણાય છે, અત્યારે તે સિંહ ત્યાં છે. તે સાંભળી ઉપયોગ દેતાં ખરી હકીકત છે જાણીને આચાર્યે આદેશ આપ્યો કે - જાઓ, ત્યાં તમારો જ્યેષ્ઠ બંધુ છે, પણ સિંહ નથી તેમને વંદન કરો.” તે સાંભળી યક્ષા વિગેરે સાધ્વીઓ ફરીથી ત્યાં ગઈ, અને સ્થૂલભદ્રને પોતાના સ્વરૂપમાં બેઠેલા જોઈ તેમને વંદન કરી પોતાને સ્થાને ગઈ. પછી સ્થૂલભદ્ર વાચના લેવા ભદ્રબાહુસ્વામી પાસે આવ્યા, પણ સ્થૂલભદ્ર કરેલા અપરાધથી તેઓ અતિશય દૂભાયા હતા. તેઓ બોલ્યા કે - “સ્થૂલભદ્ર ! તમે વાચનાને અયોગ્ય છો'. તે સાંભળી સ્થૂલભદ્રે પોતાનો અપરાધ સંભારીને કહ્યું કે - “હે ભગવન્! ક્ષમા કરો, હું ફરીથી એવો
૫૩૦
For Private and Personal Use Only