________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
Re||
પુત્ર કોણિક, તેનો પુત્ર ઉદાયી, તેની ગાદીએ નવ નંદરાજા, નવમા નંદરાજાની ગાદીએ ચંદ્રગુપ્ત, તેનો પુત્ર અષ્ટમ બિંદુસાર, તેનો પુત્ર અશોકથી, તેનો પુત્ર કુણાલ, અને તે કુણાલનો પુત્ર સંપ્રતિ થયો. સંપ્રતિને જન્મતાં જ છે. વ્યાખ્યાનમ્ તેના દાદાએ રાજય આપ્યું હતું. એક વખતે રથયાત્રામાં પ્રવૃત્ત થયેલા આર્ય સુહસ્તિસૂરિને જોઈ સંપ્રતિરાજાને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, તેણે આચાર્ય મહારાજ પાસે ધર્મોપદેશ સાંભળી શ્રાવકપણું અંગીકાર કર્યું. ત્યાર પછી તેણે સવા લાખ જિનમંદિરો, સવા કરોડ જિન પ્રતિમા, છત્રીસ હજાર જીર્ણોદ્ધાર, પંચાણું હજાર || | પિત્તળની પ્રતિમા, અને લાખો દાનશાળાઓ વિગેરે ઉત્તમોત્તમ ધાર્મિક કાર્યોથી ત્રણ ખંડ પૃથ્વીને વિભૂષિત કરી. વળી સંપ્રતિરાજાએ અનાર્ય દેશોને પણ કરથી મુક્ત કરી, પ્રથમ તે દેશોમાં સાધુવેષ ધારણ કરનાર પોતાના સેવકોને મોકલી, તે દેશોને પણ સાધુઓને વિહાર કરવાને યોગ્ય કર્યા; અને પોતાના તાબાના રાજાઓને જૈનધર્મના રાગી બનાવ્યા. વળી જેઓ વસ્ત્ર, પાત્ર, અન્ન, દહીં વિગેરે પ્રાસુક વસ્તુઓ વેચતા હતા, તેઓને સંપ્રતિરાજાએ કહ્યું કે- “તમે આવતા-જતા સાધુઓની આગળ પોતાની વસ્તુઓ મૂકજો, અને તે પૂજયો, જે વસ્તુ ગ્રહણ કરે તે આપજો . અમારો ખજાનચી તે વસ્તુનું તમામ મૂલ્ય તથા તમારો ઇચ્છિત લાભ તમને ગુપ્ત રીતે આપશે”. આ પ્રમાણે રાજાની આજ્ઞાથી તેઓ તેમ કરવા લાગ્યા, અને તે વસ્તુઓ અશુદ્ધ છતાં શુદ્ધબુદ્ધિથી સાધુઓ ગ્રહણ કરવા લાગ્યા.
(થેરસ vi૩ન્નસુસ્થિસ સસસ) વાસિષ્ઠ ગોત્રવાળા સ્થવિર આર્ય સુહસ્તીને (તેવાસી હુવે * થેરા)બે સ્થવિર શિષ્યો હતા, તે આ પ્રમાણે -(સુચિ-સુદવુદ્ધા ક્રોદિય-શ્રયં વઘાવસાત્તિ)સુસ્થિત
૫૩૨
૫૩૨
For Private and Personal Use Only