________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
“સમગ્ર સાધુઓમાં સ્થૂલભદ્ર તે સ્થૂલભદ્ર એક જ છે, ગુરુ મહારાજે જે તેમને દુષ્કરદુષ્કરકારક કહ્યું અષ્ટમ હતું તે યુક્ત જ હતું. પુષ્પ, ફલ, મદિરા, માંસ અને સ્ત્રીઓના રસને જાણવા છતાં પણ જેઓ તેનાથી વ્યાખ્યાનમ્ વિરક્ત થયા તે દુષ્કરકારકને હું વંદન કરું છું //રા
શ્રીસ્થૂલભદ્રથી પ્રતિબોધ પામેલી કોશાએ શ્રાવિકાપણું અંગીકાર કર્યું હતું તે વખતે તેણીએ એવી છૂટ ની રાખી હતી કે - “કદાચ રાજા કોઈ પુરુષ ઉપર સંતુષ્ટ થઈ અને તે પુરુષને સુપ્રત કરે તો તેની છૂટ છે, તે સિવાય બીજા સર્વને માટે નિયમ છે”. એક વખત રાજા કોઈ રથકાર ઉપર સંતુષ્ટ થયો, રથકારે કોશાની માગણી કરી, તેથી સંતુષ્ટ થયેલા રાજાએ તેને કોશા સુપ્રત કરી. તેની પાસે કોશા હમેશાં સ્થૂલભદ્રના જ ગુણગાન કરતી, તે જોઈ રથકારે કોશાને પોતાના ઉપર રાગી બનાવવા આ પ્રમાણે પોતાની કલાકુશલતા બતાવી-પ્રથમ તેણે બાણ ફેંકી એક આંબાની લુંબ વીંધી, તે બાણને બીજા બાણથી અને બીજાને ત્રીજા બાણથી વીંધ્યું, એવી રીતે તેણે પોતાના હસ્તપર્યંત બાણોની પંક્તિ કરી દીધી. પછી તેણે એક બાણ મારી ડાલીને છેદી બાણપંક્તિના અગ્રભાગ ઉપર રહેલી લુંબને પોતાના હાથ વડે ખેંચી ત્યાં બેઠા જ કોશાને અર્પણ કરીને કરી. આવી રીતે પોતાનું કલાકૌશલ્ય દેખાડી ગર્વિષ્ઠ થયેલ રથકારને કોશાએ કહ્યું કે - “હવે તમે મારી કલા જુઓ' એમ કહી કોશાએ સરસવનો ઢગલો કરાવ્યો, તે ઉપર સોય રાખી, અને તે સોય ઉપર પુષ્પ રાખી તે પુષ્પ ઉપર નાચતી બોલી કે -
૫૨૭
For Private and Personal Use Only