________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kebabirlh.org
કે - ‘હે ભદ્ર ! એ કામદેવની રાજધાની સરખા વેશ્યાના ઘરમાં ચાતુર્માસ કરવું અતિ દુષ્કર છે, એ અભિગ્રહ નિભાવવાને તો મેરુ જેવા અચલ સ્થૂલભદ્ર જ સમર્થ છે; માટે હે વત્સ ! તું એ અભિગ્રહ ન કર’. આ પ્રમાણે ગુરુ મહારાજે ના કહેવા છતાં તે મુનિ કોશાને ઘેર ચાતુર્માસ કરવા ગયા. ત્યાં કોશાનું સૌન્દર્ય દેખી તે મુનિનું ચિત્ત ચલાયમાન થઈ ગયું, તે જોઈ કોશાએ મુનિને નિર્વેદ પમાડવા કહ્યું કે - ‘નેપાલદેશમાંથી રત્નકંબલ લાવી આપો' વેશ્યામાં લુબ્ધ બનેલા મુનિએ નેપાલમાં જઈ મહાકણે રત્નકંબલ લાવી આપી. કોશાએ પગ લુછીને કંબલ ખાળમાં ફેંકી દીધી. ઘણું કષ્ટ વેઠી મેળવેલી રત્નકંબલને આવી રીતે ખાળમાં ફેંકી દીધેલી જોઈ મુનિ બોલ્યા કે - ‘અરે સુંદરિ ! મહામૂલ્યવાલી રત્નકંબલ તેં કાદવમાં કેમ ફેંકી દીધી ?’ કોશા અવસર જોઈને બોલી કે - ‘હે મુનિ ! રત્નકંબલથી અધિક મૂલ્યવાલું તથા ઇહલોક અને પરલોકમાં સુખ આપનારું આ દુર્લભ ચારિત્રરત્ન ગુમાવવાને તમે તૈયાર થયા છો, છતાં તેને માટે તમને જરા પણ શોક થતો નથી, અને રત્નકંબલ માટે કેમ શોક કરો છો ?' આ પ્રમાણે કોશાનાં વચનો સાંભળી પ્રતિબોધ પામેલા તે મુનિને પોતાના મુનિપણાનું ભાન આવ્યું, અને પાછા શુભધ્યાનમાં સ્થિર થયા. ચાતુર્માસ પૂર્ણ કરી તે મુનિ ગુરુ મહારાજ પાસે આવીને બોલ્યા કે -
“સ્યૂલમદ્રઃ ચૂનમદ્રઃ સ પ્રોડઅિનસાધુપુ ! યુતં તુતુ पुप्फ-फलाणं च रसं, सुराम मंसाण महिलियाणं च । जाणंता जे विरया, ते दुक्ककारए वंदे” ॥२॥
હારો ગુરુળા અને રાશા
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અષ્ટમં વ્યાખ્યાનમ્
પરદ