________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandit VIEN
રિ
કલ્પસૂત્ર ભાષાંતર
અષ્ટમ વ્યાખ્યાનમ્
lal
શકટાલ મંત્રી પોતાને ઘેર શસ્ત્રો તૈયાર કરાવતો હતો, મંત્રી ઉપર દ્વેષ રાખતા વરરુચિ નામના બ્રાહ્મણે તે લાગ જોઈ નગરમાં એવી અફવા ફેલાવી કે - “શકટાલ મંત્રી શસ્ત્રોને તૈયાર કરાવી નંદરાજાનું રાજય ખુંચવી લેશે'. રાજાને આ વાત બરાબર ઠસી ગઈ, તેથી મંત્રી જ્યારે રાજસભામાં આવ્યો ત્યારે રાજા તેના ઉપર કોપ કરી વિમુખ થઈ બેઠો. જે જોઈ મંત્રીશ્વરે ઘેર આવી શ્રીયકને કહ્યું કે - “રાજાને કોઈએ મારા વિષે ઊંધું સમજાવેલ છે, તેથી આપણા આખા કુટુંબનો ક્ષય થવાનો અવસર આવ્યો જણાય છે. તેથી આવતી કાલે
જ્યારે હું સભામાં રાજા પાસે મસ્તક નમાવું ત્યારે તું કુલનું રક્ષણ કરવા માટે તલવાર વડે મારું મસ્તક છેદી નાખજે. હે વત્સ ! મારા એકનો ક્ષય કરીને તું આખા કુટુંબનું રક્ષણ કર. ઘડપણને લીધે હું મૃત્યુની સમીપમાં તો છું જ; વળી હું મુખમાં તાલપુટ વિષ રાખીને નમન કરીશ, તેથી લગભગ મરી જતા એવા મારું મસ્તક છેદવામાં તને પિતૃહત્યા પણ લાગશે નહિ”. શ્રીયકે ઘણી આનાકાની કરવા છતાં મંત્રીશ્વરે અતિશય આગ્રહ કરી તેમ કરવા કબૂલ કરાવ્યું, અને બીજે દિવસે શ્રીયકે તે પ્રમાણે કર્યું. નંદરાજાએ આવું સાહસ કરવાનું કારણ પૂછતાં શ્રીયકે બધી હકીકત નિવેદન કરી, અને નંદારાજને વરરુચિનાં કાવતરાંની ખાત્રી થતાં ઘણો પશ્ચાત્તાપ થયો. ત્યાર પછી નંદરાજાએ કોશાને ઘેરથી સ્થૂલભદ્રને બોલાવી મંત્રીપદ સ્વીકારવા કહ્યું, ત્યારે | તેમણે વિચારીને જવાબ આપીશ” એમ કહી અશોકવાડીમાં જઈ પોતાના ચિત્તમાં પિતાનું મૃત્યુ વિચારી ને સંસારને દુઃખદાયી જાણી ત્યાં પોતાની મેળે જ દીક્ષા લીધી. ત્યાર પછી તેઓ શ્રીસંભૂતિવિજય પાસે જઈ
૫૨૪
For Private and Personal Use Only