________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
અષ્ટમ વ્યાખ્યાનમુ
ગુરુ મહારાજે ભદ્રબાહુને યોગ્ય જાણી આચાર્ય પદવી આપી. તેથી વરાહમિહિરને ઈર્ષ્યા આવી. અને તે રુષ્ટ થઈ દીક્ષા છોડી પાછો બ્રાહ્મણવેષ સ્વીકારી વારાહીસંહિતા નામે ગ્રન્થ બનાવી લોકોનાં નિમિત્ત જોવા વડે આજીવિકા ચલાવવા લાગ્યો. વળી લોકોમાં પોતાની પ્રસિદ્ધિ કરવા કહેવા લાગ્યો કે – “મેં એક વખતે જંગલમાં પત્થર ઉપર સિંહલગ્ન આલેખ્યું હતું, અને ભૂલથી તે લગ્નને ભૂસ્યા વગર ઘેર ચાલ્યો આવ્યો. રાત્રે સૂતી વખતે તે યાદ આવવાથી લગ્નની ભક્તિથી તુરત જયારે ત્યાં ગયો ત્યારે તે લગ્ન ઉપર ઉભેલો એક સિંહ જોયો. છતાં મેં હિમ્મત ધરી તે સિંહની નીચે હાથ નાખી લગ્નને ભૂંસાડી નાખ્યું. મારી ભક્તિ જોઈને સિંહલગ્નનો સ્વામી સૂર્ય સંતુષ્ટ થયો, અને પ્રત્યક્ષ થઈ મને પોતાના મંડલમાં તેડી ગયો. ત્યાં સૂર્ય મને ગ્રહોનો સર્વ ચાર (ચાલ) દેખાડ્યો, તે જયોતિષના બળથી હું ત્રણે કાલની વાત જાણું છું”. આવી રીતે વરાહમિહિર કલ્પિત વાતો કહીને લોકોમાં પૂજાવા લાગ્યો. એક વખતે વરાહમિહિરે રાજા આગળ કુંડાળું બિલ આલેખી કહ્યું કે – “આકાશમાંથી આ કુંડાળાની વચમાં બાવન પળ પ્રમાણવાળો મત્સ્ય પડશે'. આ વખતે તે નગરમાં બિરાજતા ભદ્રબાહુ સ્વામીએ કહ્યું કે - “આકાશથી પડતાં માર્ગમાં અર્ધ પલ શોષાઈ જશે, તેથી તે તો મત્સ્ય સાડી એકાવન પલ પ્રમાણ પડશે, વળી તે કુંડાળાની વચમાં ન પડતાં કાંઠે પડશે'. શ્રીભદ્રબાહુ સ્વામીના કહેવા મુજબ મત્સ્ય પડ્યો, તેથી લોકોમાં તેમના જ્ઞાનની પ્રશંસા થઈ. વળી એક દિવસ રાજાને ઘેર પુત્રનો જ જન્મ થયો, વરાહમિહિરે જન્મપત્રિકા કરી તેનું સો વરસનું આયુષ્ય કહ્યું. પુત્રજન્મની ખુશાલીમાં નગરના
૫૨૨
૫૨૨
For Private and Personal Use Only