________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રકા
કલ્પસૂત્ર ભાષાંતર
ત્યાર પછી પ્રભવસ્વામી રાજગૃહ નગરમાં આવ્યા, અને બે મુનિઓને શીખવાડી યજ્ઞશાલામાં મોકલ્યા. તે Aિ અષ્ટમ બે મુનિઓ યજ્ઞશાલામાં જઈ પ્રભવસ્વામીના કહેવા મુજબ બોલ્યા કે – “અહો ! કષ્ટમૂ? અહો કષ્ટ, તત્ત્વ છેવ્યાખ્યાનમુ. ન જ્ઞાયતે પરમ્ એટલે અહો ! ખેદની વાત છે કે આ કષ્ટ હોવા છતાં પણ તેમાં તત્ત્વ તો કાંઈ જણાતું નથી”. આ પ્રમાણે મુનિઓનું કથન સાંભળી શંકિત થયેલા શäભવ ભટ્ટે પોતાના ઉપાધ્યાય - ગુરુને પૂછ્યું કે - તત્ત્વ શું છે?” ઉપાધ્યાય બોલ્યા કે – “વેદોમાં જે કહ્યું છે એ જ સાચું તત્ત્વ છે' શયંભવ ભટ્ટ બોલ્યા કે – રાગ-દ્વેષ રહિત અને નિષ્પરિગ્રહી મુનિઓ કદિ અસત્ય બોલે નહિ, માટે યથાસ્થિત તત્ત્વ કહો; નહિતર આ તલવારથી તમારું મસ્તક છેદી નાખીશ” એમ કહી મ્યાનમાંથી તલાવર ખેંચી. આ પ્રમાણે તલવારથી ભય પામેલો ઉપાધ્યાય બોલ્યો કે “આ યજ્ઞસ્તંભ નીચે શ્રી શાંતિનાથ પ્રભુની પ્રતિમા છે, તેના પ્રભાવથી યજ્ઞાદિક કર્મ નિર્વિઘ્ન પાર પડે છે”. એમ કહી યજ્ઞસ્તંભ ઉપાડી તેની નીચેથી શ્રી શાંતિનાથ પ્રભુની પ્રતિમા બતાવી, ઉપાધ્યાય બોલ્યા કે – “જે પરમાત્માની આ પ્રતિમા છે તેમણે કહેલ ધર્મ એ જ સાચું તત્ત્વ છે'. શ્રી શાંતિનાથ પ્રભુની પ્રતિમાનું દર્શન થતાં શયંભવ ભટ્ટ પ્રતિબોધ પામ્યા, અને તુરત તેમણે પ્રભવસ્વામી અને પાસે જઈ ધર્મોપદેશ સાંભળી દીક્ષા સ્વીકારી. ત્યારપછી પ્રભવસ્વામી શ્રીશäભવને પોતાની પાટે સ્થાપી સ્વર્ગે ગયા. જ્યારે શઠંભવ સ્વામીએ દીક્ષા લીધી હતી ત્યારે તેમની પત્ની ગર્ભવતી હતી, તેણીને મનક નામે પુત્ર થયો; તે મનકપુત્રે શäભવ સૂરિ પાસે દીક્ષા લીધી. દીક્ષિત થયેલા મનકનું આયુષ્ય છ મહિના જ
૧૨૦
For Private and Personal Use Only