________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
આઠે સ્ત્રીઓના માતા-પિતા, અને પોતાના માતા-પિતા સાથે પોતે પાંચસો સત્યાવીસમા એવા જંબૂકુમારે " અષ્ટમ નવાણું કરોડ સોનૈયા ત્યજી દઈને શ્રીસુધર્માસ્વામી પાસે જઈ દીક્ષા સ્વીકારી. પછી અનુક્રમે શ્રીજબૂસ્વામીને તે વ્યાખ્યાનમ્ કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. શ્રીજબૂસ્વામી સોળ વરસ ગૃહસ્થપણામાં, વીસ વરસ છદ્મસ્થપણામાં, અને ચુમ્માલીસ વરસ કેવલિપણામાં રહ્યા; એવી રીતે કુલ એંસી વરસનું આયુષ્ય ભોગવી, શ્રીપ્રભવસ્વામીને પોતાની પાટે સ્થાપી મોક્ષે ગયા. અહીં કવિ ઘટના કરે છે કે -
"जम्बूसमस्तलारक्षो, न भूतो न भविष्यति । शिवाऽध्ववाहकान् साधून, चौरानपि चकार य: ॥१॥ प्रभवोऽपि प्रभूर्जीयात्, चौर्येण हरता धनम् । लेभेऽनरा-ऽचौर्यहरं, रत्नत्रितयमद्भूतम् ॥२॥"
શ્રી જંબૂસ્વામી સમાન કોઈ કોટવાલ થયો નથી તેમ થશે પણ નહિ, કે જેમણે ચોરોને પણ મોક્ષમાર્ગના વાહક એવા સાધુઓ બનાવ્યા ll૧il પ્રભવ પ્રભુ પણ જયવંતા વર્તા, કે જેમણે ચોરીથી ધનને હરતાં અમૂલ્ય અને ચોરીથી પણ હરાય નહિ એવાં અદ્દભુત જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ ત્રણ રત્નો મેળવ્યાં /રા. શ્રીવીરપ્રભુના નિર્વાણ પછી બાર વરસે ગૌતમસ્વામી, વીસ વરસે સુધર્માસ્વામી અને ચોસઠવરસે જંબૂસ્વામી મોક્ષે ગયા. જંબૂસ્વામી મોક્ષે ગયા પછી આ દસ વસ્તુઓ વિચ્છેદ પામી-મન:પર્યવજ્ઞાન ૧. જેની ઉત્પત્તિ થઇ પછી અંતર્મુહૂર્તમાં કેવલજ્ઞાન થાય છે તે પરમાવધિ ૨, જેલબ્ધિના પ્રભાવથી ચક્રવર્તીના સૈન્યને પણ ચૂર્ણ કરી |
૫૧૮
For Private and Personal Use Only