________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsur Gyanmandir FARN
કલ્પસૂત્ર ભાષાંતર
લોકો ભેટણાં ધરવાં આવ્યા, તથા અન્યદર્શની બ્રાહ્મણો, સંન્યાસીઓ વિગેરે આશીર્વાદ આપવા આવ્યા. "
અષ્ટમ જૈનો ઉપર ઈર્ષા ધરતા વરાહમિહિરે આ વખતે લાગ જોઈ કહ્યું કે – “રાજેન્દ્ર ! આપને ઘેર પુત્રનો જન્મ દિવસ વ્યાખ્યાનમ્ થયો, છતાં વ્યવહારના અજાણ જૈનમુનિઓ પુત્રનું દર્શન કરવા પણ ન આવ્યા !' આ પ્રમાણે જૈનોની નિંદા કરી, તે લોકોના મુખેથી સાંભળી શ્રીભદ્રબાહુ સ્વામીએ કહેવરાવ્યું કે – “એ પુત્રનું મરણ સાતમે દિવસે બિલાડીથી થશે'. આ વાત સાંભળી રાજાએ શહેરમાંથી સમગ્ર બિલાડીઓને કાઢી મૂકાવી, તો પણ સાતમે ! દિવસે ધાવતા એવા તે બાળક ઉપર બિલાડીના આકારના મુખવાળો આગળીઓ પડવાથી તે બાળક મરણ પામ્યો. આવી રીતે શ્રીભદ્રબાહસ્વામીનું કહેલું બધું સાચું પડવાથી આખા શહેરમાં તેમની પ્રશંસા થઈ, અને આ વરાહમિહિરની નિંદા ફેલાણી. ત્યાર પછી વરાહમિહિર ક્રોધથી મરીને વ્યતર થયો, અને મરકી વિગેરેથી સંઘને ઉપદ્રવ કરવા લાગ્યો. શ્રીભદ્રબાહુ સ્વામિએ ઉપસર્ગહર સ્તોત્ર બનાવી તે વ્યંતરને દૂર કર્યો.
(ચેરસ ને ૩જ્ઞસંગિયર માદસત્ત) માઢર ગોત્રવાળા સ્થવિર આર્ય સંભૂતિવિજયને (ઉતેવાસી થેરે | ૩ઝયૂનમ નોથમસ) ગૌતમ ગોત્રવાળા સ્થવિર આર્ય સ્થૂલભદ્ર નામે શિષ્ય થયા. તેમનો સંબંધ આ પ્રમાણે
પાટલિપુત્ર નગરમાં નંદરાજાને શકટાલ નામે મંત્રી હતો, તેને સ્થૂલભદ્ર અને શ્રીયક નામે બે પુત્રો હતા. તે નગરમાં કોશા નામની વેશ્યાને ઘેર ભોગ ભોગવતા સ્થૂલભદ્ર બાર વરસ સુધી રહ્યા હતા, અને શ્રીયક નંદરાજાનો અંગરક્ષક થઈને રહ્યો હતો. એક વખતે શ્રીયકના વિવાહપ્રસંગે રાજાને ભેટ આપવા – ૫૨૩
For Private and Personal Use Only