________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
અષ્ટમ વ્યાખ્યાનમ્
વિધિપૂર્વક વ્રતો સ્વીકારી તેમના શિષ્ય થયા. એક વખતે વર્ષાકાલ આવતાં એક મુનિએ સંભૂતિવિજયગુરુને હિ. વંદન કરી એવો અભિગ્રહ લીધો કે – “હું સિંહગુફાના દ્વાર આગળ ચાતુર્માસ રહીશ'. બીજા મુનિએ એવો કિ
અભિગ્રહ લીધો કે - “હું સર્પના બિલ પાસે ચાતુર્માસ રહીશ'. ત્રીજા મુનિએ એવો અભિગ્રહ લીધો કે - “હું કૂવાના કાષ્ઠ ઉપર ચાતુર્માસ રહીશ'. આ પ્રમાણે અભિગ્રહ ધરનાર તે ત્રણે મુનિઓને યોગ્ય જાણી ગુરુ F મહારાજે તે તે સ્થળે ચાતુર્માસ રહેવા અનુમતિ આપી. ત્યારે શ્રીસ્થૂલભદ્ર વંદન કરીને બોલ્યા કે – “હે ભગવાન્ ! હું કોશાવેશ્યાની ચિત્રશાલામાં ચાતુર્માસ રહીશ. ગુરુ મહારાજે ઉપયોગથી તેને યોગ્ય જાણી અનુમતિ આપી. કોશાને ઘેર ચિત્રશાલામાં ચાતુર્માસ રહેલા શ્રીસ્થૂલભદ્ર ષડ્રસ આહારનું ભોજન કરવા છતાં અને કોશાએ ઘણા હાવભાવ કરવા છતાં જરા પણ ચલાયમાન ન થયા, ઉલટા સત્ત્વશાલી તે મહામુનિનો ધ્યાનરૂપ અગ્નિ વધારે પ્રદીપ્ત થયો, અને તેમણે કોશાને સંસારની અનિત્યતા સમજાવી પ્રતિબોધ પમાડી. વર્ષાકાલ વ્યતીત થતાં અનુક્રમે તે ત્રણે મુનિઓ ગુરુ મહારાજ પાસે આવ્યા, તેમને ગુરુ મહારાજે કહ્યું કે – “અહો ! દુષ્કરકારક! તમને કુશલ છે?” પછી શ્રીસ્થૂલભદ્ર આવતાં ગુરુ મહારાજ ઉભા થઈ સંઘ સમક્ષ બોલ્યા કે - “હે દુષ્કરદુષ્કરકારક ! તમે કુશલ છો?' આ પ્રમાણે ગુરુ મહારાજના મુખથી સ્થૂલભદ્રની પ્રશંસા પોતાથી અધિક સાંભળી તે ત્રણે મુનિઓ દૂભાયા. હવે બીજો વર્ષાકાલ આવતાં સિંહગુફા પાસે ચાતુર્માસ કરનારા મુનિએ ગુરુ મહારાજને કહ્યું કે - “હું આ ચાતુર્માસ કોશાવેશ્યાને ઘેર કરીશ'. ગુરુ મહારાજ બોલ્યા
૫૨૫
For Private and Personal Use Only