________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
બાકીના ગણધરો શિષ્યસંતાનરહિત નિર્વાણ પામ્યા છે; કારણ કે તેઓ પોતાના નિર્વાણકાલે પોતપોતાના ગણ સુધર્માસ્વામીને સોંપીને મોક્ષે ગયા છે ।।૨૩૨
(સમળે માર્ચ મહાવીરે સવમુત્તે ં) શ્રમણ ભગવાન્ મહાવીર કાશ્યપ ગોત્રના હતા. (સમળસ મળવો મહાવીરા સવગુત્તસ) કાશ્યપગોત્રીય શ્રમણ ભગવાન્ મહાવીરને (અગ્નમુહમ્મ થેરે અંતેવાસી શિવેસાયળમુત્તે ળ) અગ્નિવૈશ્યાયન ગોત્રવાળા સ્થવિર આર્યસુધર્મા નામે શિષ્ય હતા, તે પાંચમા ગણધર સુધર્માસ્વામી શ્રીવીર પ્રભુના પટ્ટધર થયા. તેઓ કુલ્લાગ સન્નિવેશમાં ધમ્મિલ્લ નામે બ્રાહ્મણની ભદિલા નામની ભાર્યાની કુખે જન્મ્યા હતા. તેઓ ચૌદ વિદ્યાના પારગામી થયા હતા. તેમણે પચાસ વરસની ઉમ્મરે શ્રીવીર પ્રભુ પાસે દીક્ષા લીધી, ત્રીસ વરસ સુધી પ્રભુની સેવા કરી, અને તેમને વીરપ્રભુના નિર્વાણ પછી બાર વરસે એટલે જન્મથી બાણું વરસની ઉમ્મરે કેવલજ્ઞાન થયું હતું. ત્યાર પછી તેઓ આઠ વરસ સુધી કેવલિપણું પાળી, સર્વ મળી કુલ સો વરસનું આયુષ્ય ભોગવી, પોતાની પાટે જંબુસ્વામીને સ્થાપી મોક્ષે ગયા.
(થેરસ ાં અગ્નમુહમ્મસ શિવેસાવળમુત્તસ્સ) અગ્નિવૈશ્યાયન ગોત્રના સ્થવિર આર્ય સુધર્માસ્વામીને (અગ્નબંધૂનામે ઘેરે સંતેવાસી ગસવનુત્તે) કાશ્યપ ગોત્રના સ્થવિર આર્યંજંબૂ નામે શિષ્ય હતા.
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અષ્ટમં વ્યાખ્યાનમ્
૫૧૬