________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir ટિસ
rey
કલ્પસૂત્ર ભાષાંતર
અષ્ટમ વ્યાખ્યાનમ્
uિn
|િ|
Jal|
ક
તેથી તે બે ગણધરોનો એક ગણ થયો; તથા દસમા મેતાર્ય ને અગિયારમા પ્રભાસની એકજ વાચના હતી તેથી તે બે ગણધરોનો એક ગણ થયો; કેમકે એક વાચનાવાળો સાધુઓનો સમુદાય ગણ કહેવાય; તેથી તે મહાવીરસ્વામીને નવ ગણ અને અગીયાર ગણધર કહ્યા છે. ગુરુ મહારાજ શિષ્યને સંબોધી કહે છે કે -
(સે તે ૩જ્ઞો ! પર્વ ગુરુ) હે આર્ય તે કારણથી એવી રીતે કહીએ છીએ કે (સમ માવો મહાવીરસ) શ્રમણ ભગવાન્ મહાવીર પ્રભુને (નવ વારસ માહિરા દુ) નવ ગણ અને અગીયાર ગણધર થયા. મંડિત અને મૌર્યપુત્રની માતા એક હોવાથી તેઓ બન્ને ભાઈ હતા, પણ તેઓના ભિન્ન ભિન્ન પિતાની અપેક્ષાએ જુદાં જુદાં ગોત્ર કહેલાં છે. મંડિતનો પિતા ધનદેવ અને મૌર્યપુત્રનો પિતા મૌર્ય હતો. તે દેશમાં એક પતિ મરી ગયા પછી બીજો પતિ કરવાનો નિષેધ નહોતો, એમ વૃદ્ધ આચાર્યોનો મત છે /૨૩૧||
(સને w સમાસ માવો મહાવીરસરા રૂારસ શાહર) શ્રમણ ભગવાન્ મહાવીરના આ સર્વઅગીઆરે ગણધરો (તુવાનસંગિળો વડપુલ) દ્વાદશાંગી અને ચૌદપૂર્વી હતા; એટલે આચારાંગથી માંડી દષ્ટિવાદ પર્યત બાર અંગને તથા ચૌદપૂર્વને ધારણ કરનારા હતા. જો કે બાર અંગને ધારણ કરનાર છે કહેવાથી જ તેની અંતર્ગત ચૌદપૂર્વીપણું આવી જાય છે, પણ તે અંગોમાં ચૌદ પૂર્વનું પ્રધાનપણું જણાવવા : માટે અલગ કહેલ છે; કેમકે ચૌદપૂર્વ પહેલાં રચ્યાં છે, અનેક વિદ્યા મંત્રાદિના અર્થમય છે, અને મોટા
૫૧૪
For Private and Personal Use Only