________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandie
કલ્પસૂત્ર ભાષાંતર
અભિલાષ થવાથી તેમનો વંશ “ઇક્વાકુ' નામનો થાઓ, તથા તેમના પૂર્વજોને ઇક્ષુનો અભિલાષ થવાથી આ સપ્તમ તેમનું ગોત્ર ‘કાશ્યપ' નામનું થાઓ” એમ કહી શક્રેન્દ્ર પ્રભુના વંશની સ્થાપના કરી. હવે બાલ્યાવસ્થાવાલા
વ્યાખ્યાનમ્ કોઈ યુગલને એટલે જોડલાને તેનાં માતા-પિતા તાડવૃક્ષ નીચે મૂકી ક્રીડા કરવાને જરા દૂર ગયાં. દૈવયોગે તે તાડવૃક્ષનું મોટું ફલ તે જોડલામાંના બાલક ઉપર પડયું, તેથી તે બાલક મૃત્યુ પામ્યો. આ અકાલમરણ પ્રથમ જ થયું. હવે તે જોડલાનાં માતા-પિતા ક્રીડા કરીને તાડવૃક્ષ નીચે આવ્યાં, અને જોડલામાંથી બાલકને મૃત્યુ પામેલો જાણી બાલિકાને ત્યાંથી લઈ જઈ ઉછેરવા લાગ્યા, અને તેણીનું સુનંદા નામ પાડ્યું. થોડા દિવસે સુનંદાનાં માતા-પિતા મરણ પામ્યાં, ત્યારે વનદેવી પેઠે ઉત્કૃષ્ટ સ્વરૂપવતી સુનંદા વનમાં એકલી ભમવા | લાગી. તે સુંદર સ્ત્રીને જોઈ યુગલીયાઓ તેણીને નાભિકુલકર પાસે લાવ્યા. નાભિરાજાએ પણ “આ સુનંદા હિ નામની મનોહર કન્યા ઋષભદેવની પત્ની થશે” એમ લોકોને જણાવી તેણીને પોતાની પાસે રાખી. હવે સુનંદા અને ૧સુમંગલાની સાથે વૃદ્ધિ પામતા પ્રભુ યૌવનવય પામ્યા, તે વખતે “પ્રથમ તીર્થંકરનો વિવાહ કરવો એ અમારો આચાર છે” એમ વિચારી કરોડો દેવ-દેવીઓથી પરિવરેલો ઇન્દ્ર પ્રભુ પાસે આવ્યો, અને વિવાહ આરંભ્યો. પ્રભુનું વર સંબંધી કાર્ય ઇન્દ્ર પોતે તથા દેવોએ કર્યું, અને બન્ને કન્યાનું વધૂસંબંધી કાર્ય ૧, છોકરો અને કન્યાને
૪૭૨
For Private and Personal Use Only