________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
Q.''
દેવીઓએ કર્યું ત્યાર પછી તે બન્ને સ્ત્રીઓ સાથે ભોગ ભોગવતા પ્રભુને છ લાખ પૂર્વ લાખ પૂર્વ વ્યતીત થયાં ત્યારે સુમંગલાએ ભરત અને બ્રાહ્મીરૂપ યુગલને જન્મ આપ્યો, તથા સુનંદાએ બાહુબલિ અને સુંદરીરૂપ યુગલને જન્મ આપ્યો. ત્યાર પછી સુમંગલાએ અનુક્રમે ઓગણપચાસ પુત્રયુગલને જન્મ આપ્યો ૨૦ા
(સમે ાં અરજ્ઞા જોસન્નિ! સવયુત્તે ં) અર્હન્ કૌશલિક શ્રીઋષભદેવ કાશ્યપગોત્રના હતા. (તસ નં પંચ નાધિા વમાહિષ્નત્તિ) તેમનાં પાંચ નામ થયાં છે; (તે જ્ઞજ્ઞા-) તે આ પ્રમાણે – (૩સમે ! વા) ઋષભદેવ૧, (પઢમરાયા ફ્ ) પ્રથમ રાજા ૨; (પઢમિવદ્રારેડ્ વા) પ્રથમ ભિક્ષાચ૨ ૩, (પદ્મમનિને રૂ વા) પ્રથમ જિન ૪, (પતિત્વરે હૈં વા) અને પ્રથમ તીર્થંકર ૫.
શ્રીઋષભદેવ પ્રભુ પ્રથમ રાજા કહેવાયા, તે આ પ્રમાણે –
પહેલાં યુગલીયાઓ ઘણા જ સરલ હતા, તેથી તેઓમાં વિવાદ થતો નહિ. પણ કાલના પ્રભાવથી તેઓમાં અનુક્રમે કષાય વધવા લાગ્યો, અને તેઓ પરસ્પર વિવાદ કરવા લાગ્યા; તેથી વિમલવાહન નામના પહેલા કુલકર અને ચક્ષુષ્માન્ નામના બીજા કુલકરના વખતમાં હકારરૂપ દંડનીતિ થઈ. તે વખતે જે યુગલીયો અપરાધ કરતો, તેને તે હકારરૂપ દંડનીતિથી શિક્ષા કરવામાં આવતી. જેમ સમુદ્રની ભરતીનું જલ મર્યાદાને
૧. પ્રભુ જન્મ્યા ત્યાં સુધી યુગલિકપ્રવૃત્તિ હોવાથી સુમંગલાનો જન્મ પણ પ્રભુ સાથે થયો હતો.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only
સપ્તમં વ્યાખ્યાનમ્
૪૭૩