________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
સપ્તમ વ્યાખ્યાનમ્
શ્રેયાંસકુમારે પ્રભુને વિનંતી કરી કે – “હે ભગવન્! આ કલ્પનીય ભિક્ષા ગ્રહણ કરો'. પ્રભુએ પણ બન્ને હાથની પસલી કરી તે હસ્તરૂપી પાત્ર તેની આગળ ધર્યું, એટલે શ્રેયાંસકુમારે રસથી ભરેલા ઘડાઓ લઈ લઈને તેમાં ખાલી કરવા માંડ્યા. અનુક્રમે સર્વ ઘડાનો રસ રેડી દીધો, છતાં એક પણ બિંદુ નીચે ન પડતાં તે રસની શિખા ઉપર ઉપર વધવા લાગી. કહ્યું છે કે -
"माइज्ज घडसहस्सा, अहवा माइज्ज सागरा सब्बे । जस्सेयारिस लद्धी, सो पाणिपडिग्गही होइ ॥१॥"
જેના હાથની અંદર હજારો ઘડા સમાઈ જાય, અથવા સમગ્ર સમુદ્રો સમાઈ જાય, એવી જેને લબ્ધિ પ્રાપ્ત થાય તે પાણિપતથ્રહી એટલે હસ્તપાત્રી હોય” I૧ી. અહીં કવિ ઉસ્નેક્ષા કરે છે કે – "स्वाम्याह दक्षिणं हस्त, कथं भिक्षा न लासि भोः । स प्राह दातृहस्तस्या-ऽधो भवामि कथं प्रभो ! ॥१॥
यत:- पूजाभोजनदानशान्तिककलापाणिग्रहस्थापना-चोक्षप्रेक्षणहस्तकाऽर्पणमुखव्यापारबद्धस्त्वहम् । - वामोऽहं रणसंमुखाऽङ्कगणनावामाङगशय्यादिकृत, द्यूतादिव्यसनी त्वसौ स तु जगौ चोक्षोऽस्मि न त्वं शुचिः" ॥२॥
“સ્વામીએ પોતાના જમણા હાથને કહ્યું કે - “અરે ! તું ભિક્ષા કેમ લેતો નથી? ત્યારે તે બોલ્યો કે - “હે પ્રભુ! હું દાતારના હાથ નીચે કેમ થાઉં? II૧૫ કેમકે-પૂજા, ભોજન, દાન, શાંતિકર્મ, કલા પાણિગ્રહણ,
૧. લગ્ન વખતે હસ્તમેળાપ.
૪૯૦
For Private and Personal Use Only