________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kabatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
સપ્તમ વ્યાખ્યાનમુ
ચક્રવર્તી થયા હતા, તે વખતે હું તેમનો સારથી હતો. તે ભવમાં પ્રભુએ વજસેન તીર્થંકર પાસે દીક્ષા લીધી હતી, ત્યારે મેં પણ તેમની સાથે જ દીક્ષા લીધી હતી. અત્યારે ભગવંતને દેખી તે વેષ મને સ્મરણમાં આવ્યો, તેથી મેં જાણ્યું કે - આ તીર્થંકર પ્રભુ ભિક્ષા માટે ભમે છે, અને તેમને શુદ્ધ આહાર આવી રીતે દેવાય ૭. ત્યાર પછી અમે બન્ને સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવ થયા હતા ૮, ત્યાંથી અવીને તેઓ અહીં તીર્થકર થયા છે, અને હું તેમનો પ્રપૌત્ર થયો છું”.
આ પ્રમાણે શ્રેયાંસકુમારના મુખથી સાંભળી લોકો કહેવા લાગ્યા કે - "रिसहेसरसमं पत्तं, निरवज्ज इक्खुरससमं दाणं । सेअंससमो भावो, हविज्ज जइ मग्गिअं हुज्जा ॥१॥
જો શ્રીઋષભદેવ સમાન પાત્ર, શેરડીના રસ સમાન નિરવઘ દાન, અને શ્રેયાંસ જેવો ભાવ હોય, તો ઇચ્છિત ફળ પ્રાપ્ત થાય. અર્થાત્ એવું ઉત્તમ સુપાત્ર, એવું નિર્દોષ દાન, અને એવો અદ્વિતીય ભાવ, એ ત્રણે વસ્તુ મહાભાગ્યયોગે મળે” III ઇત્યાદિ સ્તુતિ કરતા કરતા લોકો પોતપોતાને સ્થાને ગયા. “ભગવંતના પારણાના સ્થાનનું કોઈ ઉલ્લંઘન ન કરે' એમ ધારી શ્રેયાંસકુમારે ત્યાં રત્નમય પીઠ કરાવ્યું. શ્રેયાંસકુમાર તે રત્નપીઠને બન્ને સંધ્યાએ ભક્તિથી પૂજવા લાગ્યો, અને પ્રાતઃકાલે તો તેને પૂજ્યા પછી જ જમતો.
હવે પ્રભુ વિચરતા છતા એક વખતે સાયંકાલે બહલીદેશમાં તક્ષશિલા નગરીની સમીપમાં પધાર્યા,
૪૯૩
For Private and Personal Use Only